Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

ગેમ્સમાં રોકાણ કરાવી ઉંચા વળતરની લાલચે છેતરપિંડી

લાલચ આપનાર બે શખ્સો યુપીથી પકડાયા : ચાંદખેડામાં પોન્જી સ્કીમ ચલાવતા, છેલ્લા એકાદ વર્ષથી નાસતા ફરતા બે આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી

અમદાવાદ, તા. ૧૬ : અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં પોન્જી સ્કીમ ચલાવતા અને છેલ્લા એકાદ વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી સદ્દામ હુસૈન મન્સૂરી અને ધરમપાલસિંહ રાઠોડ ચાંદખેડા વિસ્તારમાં મેગ્નેટા એન્ટરટેઇનમેન્ટ નામની ઓફિસ શરૂ કરી ઓનલાઈન ગેમ્સમાં ચોક્કસ સમયગાળા માટે રોકાણ કરાવી અને રોજનું એક ટકા લેખે રિટર્ન આપવાની લાલચ આપી લાખો રૂપિયા પડાવી ફરાર થઈ ગયા હતા. જે અંગેની ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૦માં નોંધાઈ હતી.

મહત્વનું છે કે ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળતા ઉત્તર પ્રદેશથી બન્ને શખ્સોને ઝડપી પાડયા હતા. આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે આ પેઢી સાથે અન્ય પણ બે વ્યક્તિઓ સંડોવાયેલા છે. આ ટોળકી શરૂઆતમાં રિટર્ન ઓફ ઇન્ટરેસ્ટના થોડા પૈસા ચૂકવી મોટેરામાંથી ઓફિસ બંધ કરી ૫૫ લાખ રૂપિયા જેટલી મત્તાની છેતરપિંડી કરી ફરાર થઈ ચૂક્યાહતા. હાલ તો પોલીસે આ ગેંગમાં સામેલ ચિરાગ પરીખ અનેજાવેદ ખાન નામની વ્યક્તિઓ કોણ છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી પ્રમાણે ફરિયાદી પાસેથી ૧૨ લાખ જેટલું રોકાણ કરાવીને તેમને શરૂઆત માં ૨ લાખ રૂપિયા પરત આપીને બાકીની રકમની છેતરપિંડી કરીને ફરાર થઈ ગયા હતા. હાલ આ મામલે વધુ આરોપીઓ ફરાર છે અને જેમને પકડવા કામગીરી કરવામાં આવી રહી છે.

આ મામલે ટ્ઠષ્ઠૅ ક્રાઈમ બ્રાન્ચનું કહેવું છે કે અન્ય લોકો ભોગ બન્યા છે તે લોકો પણ સામે આવી શકે છે અને આંકડો વધી શકે છે. મહત્વનું છે કે આ પહેલા પણ અમદાવાદમાં આવી જ રીતે એક સ્કીમ ખોલવામાં આવી હતી અને જેનો પણ પોલીસે પર્દાફાશ કર્યો હતો.

(9:36 pm IST)