Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

મગ, અડદ, સોયાબીનની ખરીદી શૂન્ય : અર્જુન મોઢવાડિયા

૬૬ હજાર ટન તુવેરના લક્ષ્યાંક સામે ૫૭૫ ટનની ખરીદી : સરકારે ૧૩.૬૬ લાખ ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી પરંતુ માત્ર ૨.૦૨ લાખ ટનની ખરીદી

અમદાવાદ, તા. ૧૬ : ભાજપ સરકારે ખેડુતોની આવક બમણી કરવાના લક્ષ્યાંક સામે આવક અડધી કરી નાખી છે. સરકાર દ્વારા દર વર્ષે ટેકાના ભાવે ખેત ઉત્પાદનોની ખરીદીની મસ-મોટી જાહેરાત કરી પોતે ખેડૂત હિતેશી હોવાનો ડોળ કરે છે. પરંતુ ટેકાને ભાવે ખરીદીના વાસ્તવિક આંકડાઓ ઉપર નજર કરીએ તો ભાજપ સરકારની ખેડૂત વિરોધી નિતીઓ સ્પષ્ટ દેખાઈ આવે છે. ગુજરાતમાં ટેકાના ભાવે ખરીદીમાં જાહેરાત અને વાસ્તવિક ખરીદી વચ્ચે અંતર અંગે માહિતી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શ્રી c મોઢવાડિયાએ જણાવ્યુ હતુ કે ભાજપના સરકારના હાથીની જેમ દેખાડવાના અને ચાવવાના દાંત અલગ છે. ખેડૂતોમાં રોષને જોતા ભાજપ સરકારે ગુજરાતમાંથી વર્ષ ૨૦૨૧-૨૨ માં ટેકાના ભાવે ૧૫.૧૨ લાખ ટન તેલીબીયા અને કઠોળની ખરીદીની જાહેરાત કરી હતી. પરંતુ તેની સામે માત્ર ૨.૦૩ લાખ ટન કઠોળ/તેલેબીયાનીની ટેકાના ભાવે ખરીદી કરી છે.

અર્જુનભાઈ મોઢવાડિયા જણાવ્યુ હતુ કે ગુજરાતમાં વર્ષ ૨૦૨૧-૨૨ માં ૧૫,૧૨૫ ટન મગની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરાઈ હતી. મગનો ?૭,૧૯૬/ક્વિન્ટલ ટેકાનો ભાવ પણ નક્કી કરાયો હતો. પરંતુ તેની સામે મગની ટેકાના ભાવે ખરીદી જ કરાઈ નથી. જ્યારે ૧૫,૫૭૫ ટન અડદની ખરીદીની જાહેરાત કરાઈ હતી. અડદનો ?૬,૦૦૦/ક્વિન્ટલ ટેકાનો ભાવ પણ નક્કી કરાયો હતો, પરંતુ અડદની ખરીધી શરૂ કરાઈ જ ન હતી, તે જ રીતે ૪૯,૪૨૫ ટન સોયાબીનની ખરીદી ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરાઈ હતી. તેનો ટેકાનો ભાવ ?૩,૮૮૦/ક્વિન્ટલ જાહેર કરાયો હતો. પરંતુ સોયાબીનની પણ ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઈ જ ન હતી. સાથે જ ૬૬,૩૫૦ ટન તુવેરની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરાઈ હતી. જેનો ટેકાનો ભાવ ?૬,૦૦૦/ક્વિન્ટલ નક્કી કરાયો હતો. પરંતુ તેની સામે ૪૨૬ ખેડૂતોની માત્ર ૫૭૫.૧૫ ટન તુવેરની જ ટેકાના ભાવે ખરીદી કરાઈ હતી.

(9:32 pm IST)