Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

વડગામના નાંદોત્રા ગામે એકતરફી પ્રેમમાં ભાગીયાએ ખેતર માલિકની પુત્રીની દાતરડાથી ગળું કાપી હત્યા કરી

તાબે નહિ થતા રાહુલે ઘરના પલંગ પર જ દાતરડાથી ગળાના ભાગે ઘા ઝીકી રહેશી નાખીને ફરાર થઇ ગયો

વડગામના નાંદોત્રા ગામે ખેતરમાં કામ કરતા ભાગીયાએ એક તરફી પ્રેમમાં ખેતર માલીકની દીકરીને ગળાના ભાગે દાતરડું મારી મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયો હતો આ ઘટનાથી નાંદોત્રા સહિત પંથક માં અરેરાટી વ્યાપી ગઈ હતી

 આ અંગે મળતી વિગત મુજબ વડગામના નાંદોત્રા ગામે ખેતી કરતા માઘજીભાઈ વીરસંગભાઇ ચૌધરીના ખેતરમાં છેલ્લા એકાદ વર્ષથી ભાગીયા તરીકે રાહુલ દશરથભાઈ ભરથરી (મૂળ. રહે ખરોડીયા તા. વડગામ) કામ કરતો હતો દરમિયાન રાહુલ માઘજીભાઈ ની દીકરી મેઘના સામે ખરાબ દ્રષ્ટિથી જોતો હોવાની ફરિયાદ અનેક વખત તેને પિતાને કરેલ જોકે સોમવારે સવાર ના સુમારે રાહુલ ખેતરમાંથી મેઘના ના ઘરે ગયો હતો

  જ્યાં કથિત મેઘના સાથે જબરજસ્તી કરવાની કોશિશ કરતા મેઘનાએ રાહુલના તાબે ન થતા રાહુલે તેના ઘરના પલંગ ઉપર દાતરડા વડે ગળાના ભાગે ઘા ઝીકી લોહીલુહાણ કરી રહેંસી નાંખી ફરાર થઈ ગયો હતો

  આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા એકત્રિત થઇ ગયા હતા ઘટનાની જાણ થતાં ઇન.ચાર્જ પીએસઆઈ એમ આર મોહનીયા સહિત ડી વાય એસ પી જનકાત સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી અને યુવતીના મૃતદેહને પીએમ અર્થે વડગામ સિવિલમાં ખસેડાયો હતો .

(8:50 pm IST)