Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

દિયરની બીભત્સ માંગણીઓથી કંટાળી આંકલાવની પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી

આંકલાવ:ખાતે રહેતી એક પરિણીતાને તેના પિતરાઈ દિયર દ્વારા અવાર-નવાર ફોન ઉપર તેની સાથે બોલવાની માંગણી કરીને હેરાન પરેશાન કરતાં કંટાળેલી પરિણીતાએ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

મળતી વિગતો અનુસાર આંકલાવ ગામના મુજફરનગર ખાતે રહેતી એક ૨૫ વર્ષીય પરિણીતાની બાજુમાં જ કાકા સસરાનું ખેતર આવેલું છે જેમાં અવાર-નવાર પિતરાઈ દિયર મોહસીન બચુભાઈ ચૌહાણ આવતો હતો અને પરિણીતાને ખરાબ દાનતે જોતો હતો. 

(5:33 pm IST)