Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

નડિયાદમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 16 શકુનિઓની ધરપકડ કરી

નડિયાદ:શહેરના મિશન રોડ પર અશોકનગર પાસે ચંપા તલાવડી વિસ્તાર આવેલ છે. અનૈતિક પ્રવૃત્તિઓ માટે બદનામ આ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રવિણ રમણભાઇ ઠાકોરના ઘર પાસે ખુલ્લામાં તીન પત્તિનો જુગાર ચાલતો હતો. નડિયાદ શહેરના કેટલાક કૃખ્યાત જુગારીયાઓ જુગારના સોખીનોને એકત્ર કરી અહી રાત્રીના સમયે જુગારધામ ચલાવતા હતા. જે બાબતે સ્થાનિક પોલીસ અંધારામાં રહેતા ગત રાત્રી દરમ્યાન ડીજીપીની વિજીલન્સ સ્કોવર્ડ દ્વારા રેડ કરવામાં આવી હતી. રેડ દરમ્યાન પોલીસને દાવ પર લગાડેલ રોકડ રકમ રૂ.૨૨,૨૭૦, મોબાઇલ ફોન નંગ.૮ રૂ.૧૯ હજાર અને ૪ વાહનો કિમત રૂ.૮૫ હજાર મળી કુલ રૂ.૧,૨૬,૨૭૦નો મુદ્દામાલ મળી આવતાં તે જપ્ત કર્યો હતો. 

(5:31 pm IST)