Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

અરબી સમુદ્રમાં સર્જાયેલ વાવાઝોડાની અસરથી તંત્ર સજાગ બન્યું

ડીસા:અરબી સમુદ્રમાં ઉદભવેલા વાયુ વાવાઝોડાએ સમગ્ર ગુજરાત રાજ્ય પર તેની અસર વર્તાતા વાતાવરણમાં પલટો આવતા જોવા મળ્યો હતો. જે બાદ વાવાઝોડું ફંટાતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. જોકે હાલમાં ફરીથી વાવાઝોડાની અસર વર્તાતા તંત્ર દ્વારા પણ અધિકારીઓને સતર્ક રહેવા આદેશ કરી દેવામાં આવ્યો છે. જ્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે બફારાનું પ્રમાણ વધતા લોકો અકળાયા છે.

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાયુ વાવાઝોડાની અસર તળે તોફાની પવન સાથે વરસાદ પડયો હતો. જેનાથી ઠંડક પ્રસરી જવા પામી હતી. જોકે જે બાદ વાતાવરણમાં બફારાનું પ્રમાણ વધતા લોકો અકળાઈ ઉઠયા છે. હવામાન વિભાગ માટે કામ કરતી એક્યુ વેધરના જણાવ્યાનુસાર ડીસામાં ૩૬.૬ ડીગ્રી, પાલનપુર ૩૫, વાવ ૩૭, થરાદ ૩૭, ભાભર ૩૧, અમીરગઢ ૩૫, અંબાજી ૩૪, આબુરોડ ૩૫, ઈડર ૩૫, મહેસાણા ૩૬, ઊંઝા ૩૬, સિદ્ધપુર ૩૬, પાટણ ૩૫, મોડાસા ૩૪, હિંમતનગર ૩૪, ખેડબ્રહ્મા ૩૫ ડીગ્રી તાપમાન નોંધાવા પામ્યું હતું.

(5:30 pm IST)