Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

સુરતમાં રફની ખરીદીમાં ઘટાડો આવતા ઉત્પાદનમાં અસર દેખાઈ

સુરત”હીરાઉદ્યોગની પરિસ્થિતિ દિવસે દિવસ ખરાબ થતી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં અને ઘરઆંગણે કામકાજો ખૂબ જ ઘટી ગયા છે અને બીજી ઘણી તકલીફો ઉદ્યોગ સહન કરી રહ્યો છે. રફની ખરીદીમાં પણ ધીરેધીરે ઘટાડો આવી ગયો હોવાને કારણે પોલીશ્ડના ઉત્પાદનમાં તેની અસરો દેખાઈ રહી છે, ઉત્પાદન ઘટયું છે. ઘણી મોટી-મોટી કંપનીઓ રફનો સ્ટોક મર્યાદિત હોવાને કારણે કામકાજના કલાકો ઘટાડી રહ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, રફની ખરીદીઓ ઉપર છેલ્લાં થોડાં સમયથી બ્રેક લાગી છે. રફની આયાતમાં પણ ઘટાડો થયો હોવાના અહેવાલ છે. રફની ખરીદી ઘટી હોવા છતાં ભાવ ઉપર કોઈ જ ફરક પડયો નથી. પોલીશ્ડ નીચા ભાવે મંગાઈ રહ્યું છે, પણ રફના ભાવો ટાઈટ રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પોલીશ્ડની કોઈ ડિમાન્ડ નહીં હોવાને કારણે મંદી છે અને આ મંદીની અસર પ્રોડક્શન ઉપર પણ આવી છે. જોકે કારખાનાઓમાં પોલીશ્ડનું ઉત્પાદન ઘટવા પાછળનું કારણ રફની ખરીદીમાં આવેલો ઘટાડો પણ છે.

(5:27 pm IST)