Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

વડોદરામાં વ્યાજખોરોનો ત્રાસ: 12.89 લાખ ચૂકવી દેતા યુવકને ધમકી

વડોદરા:ટ્રાવેલ્સનો ધંધો કરતા યુવકે વ્યાજે લીધેલા ૧૨.૮૯ લાખ રૃપિયાની સામે ૨૨.૫૦ લાખ રૃપિયા ચૂકવી આપી દીધા હોવાછતાંય વ્યાજખોરો દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. જે અંગે મકરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, તરસાલી બાયપાસ લીજેન્ડ હોટેલની પાછળ અક્ષર વિન્ટેજમાં રહેતા બંસીલાલ ભુરાલાલ શર્મા ટ્રાવેલ્સનો ધંધો કરે છે. વીસ વર્ષ સુધી ગેરેજનો ધંધો કરતા બંસીલાલના ગેરેજ પર એસ.આર. ટુર એન્ડ ટ્રાવેલ્સના ભાગીદારો સુશીલસિંહ રાઠોડ (રહે. સૈનિક હિન્દી વિદ્યાલયની ગલીમાં ન્યૂ સમારોડ) અને સચીન મિશ્રા (રહે. સમા)ની બસ રીપેરીંગ માટે આવતી હતી. તેથી તેઓની સાથે પરિચય હતો. વર્ષ ૨૦૧૬માં બંસીલાલે ટ્રાવેલ્સનો ધંધો શરૃ કરી ત્રણ ગાડીઓ લીધી હતી. પરંતુ ધંધામાં ખોટ જતા સુશીલસિંહ પાસેથી અલગ-અલગ સમયે ૧૨.૮૯ લાખ રૃપિયા પાંચ ટકાના વ્યાજે લીધા હતા. સામે વ્યાજ સહિત કુલ ૨૨.૫૦ લાખ રૃપિયા ચૂકવી દીધા હોવાછતાંય સુશીલ અને સચિન દ્વારા ધાકધમકીઓ આપવામાં આવતી હતી. જે અંગે બંસીલાલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:26 pm IST)