Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

વડોદરામાં 25 હજારનું કમિશન આપવાની લાલચમાં બે ગઠિયાએ શખ્સના 50 હજાર સેરવી લીધા

વડોદરા: શહેરમાં તમારા ૫૦ હજાર રૃપિયા હું જમા કરાવી દઉ અને મારા ચાર લાખ રૃપિયા તમે જમા કરાવી દો તેવું જણાવીને બે ગઠિયાઓ કોરા કાગળનું બંડલ પકડાવીને ૫૦ હજાર લઇને જતા રહ્યા હતાં.

આ અંગેની વિગત એવી છે કે, ન્યૂ સમા રોડની શાંતિવન સોસાયટીમાં રહેતો મુકેશ ડાહ્યાભાઇ પટેલ બી.બી.સી. ટાવરની સામે સીલ્વરલાઇન કોમ્પલેક્સમાં આવેલી રવેરી એન્ટરપ્રાઇઝ નામની ઝેરોક્ષ તથા પ્રિન્ટીંગની દુકાનમાં નોકરી કરે છે. દુકાનના માલિક હરજીભાઇ મનજીભાઇ વાવીયા છે. 

ગઇકાલે બપોરે પોણા એક વાગ્યે દુકાનેથી ૫૦ હજાર રૃપિયા લઇને સયાજી હોસ્પિટલની સામે આવેલી એચ.ડી.એફ.સી. બેંકમાં જમા કરાવવા ગયો હતો. બેંકના બે વ્યકિતઓ અંદાજે ૩૫ વર્ષની ઉંમરના મુકેશ પાસે આવ્યા હતાં અન કહ્યું હતું કે અમારે પણ ચાર લાખ રૃપિયા બેંકમાં જમા કરાવવાના છે. જેથી હું પહેલા તમારા ૫૦ હજાર જમા કરાવી દઉં પછી તમે મારા ચાર લાખ  રૃપિયા જમા કરાવી દેજો જેમાંથી બે લાખ રૃપિયા તમારા એકાઉન્ટમાં જમાં કરાવશો તો તમને ૨૫ હજાર રૃપિયા કમિશન આપીશું.

(5:26 pm IST)