Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

વડોદરામાં ગઠિયાએ દંપતીને જુઠ્ઠાણું કહી સોનાના ચેનની લૂંટ ચલાવી

વડોદરા: સેન્ટ્રલ બસ ડેપો પર એક દંપતીને મળેલા ગઠિયાએ તમારા જમાઈને એક્સિડન્ટ થયો છે તેમ કહી અછોડો કઢાવી ફરાર થઈ હોવાનો બનાવ બન્યો છે.

વડોદરા જિલ્લાના વાઘોડિયા ગામે રહેતા સીનીયર સીટીઝન રમેશભાઈ મિસ્ત્રી ગઈકાલે બપોરે તેમના પત્ની સાથે ભત્રીજીના સસરા ગુજરી ગયા હોઈ ખંભાત જવા માટે વડોદરા બસ ડેપો પર આવ્યા ત્યારે ઇન્કવાયરી કાઉન્ટર પર એક ગઠિયાનો ભેટો થયો હતો.

રમેશભાઈને ગઠિયાએ ખંભાતમા કોને ઘેર જવું છે. તેમ કહી વાતચીતમાં પરોવ્યા હતા અને તમારા જમાઇ તો મારા મિત્ર થાય છે તેમ કહી વિશ્વાસમાં લીધા હતા. થોડીવાર બાદ ગઠિયાએ મોબાઈલ ઉપર કોઈની સાથે ફોન પર વાત કરી હતી અને તેણે રમેશભાઈને કહ્યું કે,તમારા જમાઈનો એક્સિડન્ટ થયો છે અને તાત્કાલિક લોહીના બોટલ લઇ મારે પહોંચવું પડશે જેથી રૂ.2 હજારની વ્યવસ્થા કરી આપો.

(5:25 pm IST)