Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

અમદાવાદ: વરસાદના કારણે અલગ અલગ વિસ્તારમાં મકાનો પર સાત ઝાડ પડતા ફાયરબ્રિગેડની ટિમ ઘટનાસ્થળ પર તુરત પહોંચી

અમદાવાદ:શહેરમાં આજે વરસાદ અને પવનને કારણે અલગ અલગ વિસ્તારોમાં ઝાડ અને સાઈન બોર્ડ પડવાના નવ બનાવો બન્યા હતા. જેમાં વાહનો અને મકાનો પર ઝાડ પડતા ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને કામગીરી બજાવી હતી. જોકે આ બનાવોમાં સદ્નસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

શહેરમાં ૧૬ જુનના રોજ વરસાદ અને પવનને કારણે અલગ અલગ વિસ્તારોમાં ઝાડ પડવાના અને સાઈન બોર્ડ તુટી પડવાના ૯ બનાવો બન્યા હતા. જેમાં નવરંગપુરામાં સ્વસ્તિક ચાર રસ્તા પાસે પ્રોફેસર કોલોની નજીક કાર પર ઝાડ તુટી પડયું હતું. તે સિવાય મણીનગરમાં માંગલ્ય ફ્લેટ પાસે કાર પર ઝાડ પડતા કારને નુકશાન પહોંચ્યું હતું. ઉપરાંત શ્યામલ ચાર રસ્તા પાસે સોમેશ્વર રો હાઉસ નજીક કાર પર ઝાડ તુટી પડતા કારને નુકશાન થયું હતું. સારંગપુરમાં સિંધીવાડમાં એક મકાન પર ઝાડ તુટી પડયું હતું. જ્યારે અસારવામાં સિવિલ રોડ પર મકાન પર ઝાડ તુટી પડયું હતું. નવા વાડજમાં આસોપાલવ ફ્લેટની સામે ઝાડ તુટી પડતા રિક્ષા અને બાઈક દબાઈ જતા બન્ને વાહનોને નુકશાન પહોંચ્યું હતું. 

(5:23 pm IST)