Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

પશુપાલકોને સૌથી વધુ વળતર ચૂકવતી દુનિયાની નંબર વન બનાસ ડેરી : ૬૬૭.૭૧ કરોડ ભાવ ફેર

શંકર ચૌધરીના નેતૃત્વમાં વણથંભ્યો વિકાસ : વાર્ષિક ટર્ન ઓવર ૯૮૦૮ કરોડ

રાજકોટ, તા. ૧૭: એશિયાની સૌથી મોટી ડેરી અને ભારતનું ગૌરવ એવી બનાસ ડેરીની ૫૧મી વાર્ષિક સાધારણ સભા પાલનપુર ખાતે ડેરીના ચેરમેન  શંકરભાઇ ચૌધરીના અધ્યક્ષસ્થાને મળી હતી.  ડેરીએ ૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષમાં ૫૭.૮૯ લાખ લીટરનું દૂધ સંપાદન તેમજ ૯૮૦૮ કરોડનું ટર્નઓવર કરીને તેની વિકાસકૂચને આગળ વધારી છે. ૧૧-૧૦ ટકા લેખે ૬૬૭.૭૧ કરોડનો ભાવફેર ચુકવવાની જાહેરાત કરી પુશપાલકોને સૌથી વધુ વળતર ચુકવતી વિશ્વની નંબર વન ડેરી તરીકે બનાસ ડેરી ઉભરી છે.

 

ડેરીના વિકાસની રૂપરેખા આપતાં ડેરીના ચેરમેન શંકરભાઇએ જણાવ્યું હતુ કે પાછલું વર્ષ પડકારોથી ભરેલું હતુ વૈશ્વિકકક્ષાએ પાઉડરના ભાવમાં ઘટાડો અને સ્થાનિક કક્ષાએ વરસાદની અછત, આમ પશુપાલન ક્ષેત્ર બે તરફના પડકારને જીલી રહ્યું હતુ. વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે આ પડકારોની વચ્ચે પણ આપણે પશુપાલકોને ગયા વર્ષ જેટલા જ ભાવ ચુકવવાની સાથે સાથે કુલ વાર્ષિક ટર્નઓવર વધાર્યું છે, એટલું જ નહીં ગુજરાત બહાર છેલ્લા ચાર વર્ષના લાંબાગાળાના આયોજનના ભાગરૂપે નિર્મિત નવા ૩ ડેરી પ્લાન્ટ,  ૪ પેકેજીંગ પ્લાન્ટ, ૧૫ ચીલીંગ સ્ટેશનને કાર્યરત કરી શકયા છીએ. ડેરી સંબંધિત સાહસોની સાથે સાથે બાદરપૂરા ઓઇલ મીલ પ્લાન્ટ અને વ્ણ્ય્ પ્લાન્ટ કાર્યરત થયા છે, બનાસ મેડીકલ કોલેજમાં વિદ્યાર્થીઓએ તબીબી શિક્ષણ લેવાનું શરૂ કરી દીધુ છે તેના નવા ભવનનું કામ પણ ખૂબ તેજ ગતિએ ચાલી રહ્યું છે.

બનાસકાંઠાના ભવિષ્યની ચિંતા કરી સામાજીક સરોકારના કેટલાક મુદ્દાઓ પર સામાજીક આગેવાનો અને જીલ્લાના નાગરિકો પોતાનું યોગદાન આપે તેવી અપીલ કરી હતી. જીલ્લામાં વધુને વધુ વૃક્ષારોપણ થાય, જળસંચયની કામગીરી થાય તથા શિક્ષણને વધુ પ્રાધાન્ય આપવામાં આવે તે માટેની લાગણીસભર વિનંતી ચેરમેન  શંકરભાઇ ચૌધરીએ સૌને કરી હતી.   

પશુપાલકોને ૧૧.૧૦ટકા લેખે ૬૬૭.૭૧ કરોડનો ભાવફેર ચૂકવવાની ઐતિહાસિક જાહેરાત કરી હતી.

જીલ્લા સહકારી સંદ્યનાં ચેરમેન  તથા બનાસ ડેરીનાં ડાયરેકટર  અણદાભાઈ પટેલે ચેરમેન  શંકરભાઇ ચૌધરીના નેતૃત્વમાં એશીયાની સૌથી મોટી ડેરીએ જયારે આજે ઐતિહાસિક નફો કયાનું જણાવ્યું હતું.

ધાનેરાના પૂર્વ ધારાસભ્ય  અને બનાસ ડેરીના ડાયરેકટર  જોઇતાભાઇ પટેલે ડેરીની સ્થાપનાથી અત્યાર સુધીના ચેરમેન ના યોગદાનને યાદ કરીને ઉમેર્યું હતુ કે ચેરમેન  શંકરભાઇ ચૌધરીએ જે બનાસ મેડીકલ કોલેજનું પુણ્યકામ ઉપાડ્યું છે તે માટે સમગ્ર જીલ્લો સદાય માટે તેમનો ઋણી રહેશે.

ડીસાના ધારાસભ્ય  ગોવાભાઇ રબારીએ હાજર પશુપાલકોને દૂધનો વ્યવસાય એ એક પવિત્ર વ્યવસાય હોઇ અને જીલ્લાની શાખને લગતી બાબત હોઇ તેમા એકપણ વ્યકિત ભેળશેળના કરે તે માટેનો લાગણી સભર અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતુ કે શંકરભાઇ ગજબની ઉર્જા ધરાવતાં લોકનેતા છે, તેઓ ખચકાતાં નથી તથા અહીં ઉચ્ચ શિક્ષણ માટે પણ બનાસ ડેરી થકી એક મોટું શૈક્ષણીક સંકૂલ બને તે માટે અનુરોધ કર્યો હતો. 

ધાનેરાના ધારાસભ્ય  નાથાભાઈ પટેલે બનાસ ડેરીના ચેરમેન ની હકારાત્મક ઉર્જાનો મહત્ત્।મ લાભ ખેડૂતોને થઇ રહ્યો છે તેમ તેઓના પ્રવચનમાં જણાવ્યું હતુ. કાંકરેજના ધારાસભ્ય  કીર્તિસિંહ વાદ્યેલાએ   શંકરભાઇ ચૌધરીના નેતૃત્વમા ડેરીની પ્રગતિ આવી જ રીતે અવિરત રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. પાલનપુરના ધારાસભ્ય  મહેશભાઈ પટેલે બનાસ ડેરીએ કરેલ ઉન્નતિ બાબતે હર્ષ વ્યકત કરીને આ ઉપ્લબદ્ઘીઓ બદલ ચેરમેન  શંકરભાઇ ચૌધરીને અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાત વેર હાઉસીંગ કોર્પોરેશનના ચેરમેન  મગનલાલ માળીએ એશીયાની નંબર-૧ ડેરી છે તેવી સંસ્થા ભવિષ્યમાં દુનિયાની નંબર-૧ ડેરી બને તેવો આશાવાદ વ્યકત કર્યો હતો. ભાજપાના જીલ્લા પ્રમુખ કેશાજી ચૌહાણે ડેરી અને તે થકી પશુપાલકો ભવિષ્યમાં વધુને વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. ભાજપાના પ્રદેશ મહામંત્રી  કે.સી.પટેલે બનાસ ડેરીને સબળ નેતૃત્વ પુરૃં પાડી રહેલા શંકરભાઇએ બનાસ ડેરી થકી સમગ્ર વિશ્વમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું હોવાનું જણાવ્યું હતુ.

સાંસદ  પરબતભાઇ પટેલે લોકસભાની ચૂંટણીમાં વિજય અપાવ્યા બદલ સર્વેનો આભાર વ્યકત કર્યો હતો અને સૌને તેમની જીતના ભાગીદાર ગણાવ્યા હતા.

ડેરીના ઇન્ચાર્જ મેનેજીન્ગ ડાયરેકટર  કામરાજભાઇ ચૌધરીએ એજન્ડા પરની કાર્યવાહી રજૂ કર્યા હતા જેને  સભામાં ઉપસ્થિત સૌએ તેને મંજૂર રાખેલ. મહાનુભાવોના હસ્તે કાર્યક્રમમાં પશુરોગમાં ઘરગથ્થું ઉપચાર માર્ગદર્શિકાનું વિમોચન પણ કરવામાં આવેલ હતુ, જિલ્લા અને તાલુકાકક્ષાએ દૂધ ભરાવવામાં એક થી ત્રણ નંબરે આવેલ બહેનોને રોકડ ઇનામો તથા રતનપુરા (બિલડી) દૂધ મંડળીને આદર્શ દૂધ મંડળી ફરતો શિલ્ડ ઇનામી યોજનાથી નવાજવામાં આવેલ હતા.      

ઉપરાંત કાર્યક્રમમાં ડેરીના વાઇસ ચેરમેન  માવજીભાઇ દેસાઇએ બનાસ મેડીકલ કોલેજની વિકાસ યાત્રાની રૂપરેખા, ડાયરેકટર  એમ. એલ. ચૌધરીએ ડેરીના વ્યવસ્થાપનમાં ચિવટભર્યા નાના-નાના ફેરફારો કરવાથી સંદ્યને થયેલ નાણાકીય ફાયદાની વિગતો,    પી.જે.  ચૌધરી દાણ વિષયક બાબતોની વિગતો પશુપાલકો સમક્ષ રજૂ કરી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયતનાં પૂર્વ પ્રમુખ  દલાસંગભાઇ પટેલ, સામાજીક અગ્રણી  પચાણભાઇ પટેલ, પૂર્વ સાંસદ  લીલાધર વાદ્યેલા, પૂર્વ ધારાસભ્ય સર્વે   માનસિંહજી વાદ્યેલા,   લવીંગજી સોલંકી,   હરજીવન પટેલ, જિલ્લા ખરીદ વેચાણ સંદ્યના ઇન્ચાર્જ ચેરમેન  ખેતાભાઇ રબારી, અખીલ ભારતીય આંજણા સમાજના પ્રમુખ  વિરજીભાઇ જુડાલ, અગ્રણી  ડી. ડી. રાજપૂત, વિજય ચક્રવર્તી, અશ્વીન પરમાર, મેરૂજી ધુંખ, પદ્મ  ગેનાજી પટેલ,   વસંત પુરોહીત, સાધ્વી નિર્મળ પુરીજી,   જીગરભાઇ દેસાઇ,   કે.પી.ચૌધરી,   શિવરામભાઇ પટેલ,   ગીરીશભાઇ જગણીયા, ડાઙ્ખ. ધુળાભાઇ મોગા,   લાલજી પ્રજાપતી,   દિનેશ અનાવાડીયા, એડવોકેટ યશવંત બયાણી, જગદીશભાઇ ચાવડા, સ્વામી આનંદ રાજેન્દ્ર,   અમૃત દવે,   ઉમેદાન ગઢવી,   દિનેશ દવે,   હરેશ જાની,   શૈલેષ જોષી,   કનુભાઇ વ્યાસ,   ભરતસિંહ ભરેદડીયા,   ગગાજી ઠાકોર,   હિરાજી ઠાકોર,   સરદારજી રાજપૂત,   એલ. કે. બારડ,   સામસિંહ પરમાર,   ધૂળાભાઇ ધરીયા,   દિનેશ કુણીયા,   લાલજીભાઇ પટેલ,   જીતેન્દ્રસિંહ ડાભી,   જસુભાઇ ચૌધરી,   ભરતભાઇ ચૌધરી,   મોતીભાઇ ચૌધરી,   તેજાભાઇ મડાલ,   મયંક નાયક,   અમરતભાઇ રબારી,   રૂપસિંહભાઇ પટેલ,   હરીલાલ ઠક્કર,   નુરભાઇ ઉમતીયા,   દુદાજી રાજપૂત,   કાનજીભાઇ રાજપૂત,   લાલજીભાઇ પટેલ,   કેશરભાઇ વાયડા,   સોમાભાઇ પટેલ,   શિવરામભાઇ પટેલ,   પ્રવિણ મહાલક્ષ્મી,   ઇસુભા મલેક,   વિહાજી રાજપૂત,   નટુભાઇ ચૌધરી,   ડાહ્યાભાઇ પિલિયાતર,   ઇશ્વરભાઇ પટેલ,   ભુરાભાઇ પટેલ,   દેઅવજીભાઇ કટાવ,   સરદારભાઇ ધુળીયા,   બાબરાભાઇ ચૌધરી,   રેશાભાઇ પટેલ,   દોલતપુરી ગોસ્વામી,   ખુશાલભાઇ અંબાણી,   દોલીબેન કરેણ,   કાળુંભાઇ પટેલ,   કલાભાઇ પટેલ,   પ્રભુદાસ પટેલ,   ઇશ્વરભાઇ દેસાઇ,   કરણસિંહ વાદ્યેલા,   ગલબાજી ઠાકોર,   મફતલાલ પટેલ,   ધનજીભાઇ ગોહીલ ઉપસ્થિત રહ્યા હતા.  બનાસ ડેરીના ડીરેકટર  પરથીભાઇ ભટોળ,    તેજાભાઇ પટેલ,   રતનસિંહ પટેલ,   ભાવાજી રબારી,   દિનેશભાઇ ભટોળ,   મુળજીભાઇ ચૌધરી,   દેહીબેન આયર,   ફલજીભાઇ ચૌધરી,   કરસનભાઇ ચૌધરી,   કરસનજી રાઠોડ સહિત ડેરીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. ડાયરેકટર  દિલીપસિંહ બારડે સૌનો આભાર વ્યકત કર્યો હતો.

(3:48 pm IST)