Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

રાજ્યસભાની ચૂંટણીથી ગુજરાતના શુષ્ક રાજકીય વાતાવરણમાં જોરદાર પલ્ટો

ધાનાણી દિલ્હી દોડયાઃ કોંગ્રેસ જાહેરનામાને સુપ્રીમમાં પડકારશેઃ ચાવડા

રાજકોટ, તા. ૧૭ :. લોકસભાની ચૂંટણીના પરિણામોએ કોંગ્રેસની કમ્મર તોડી નાખી હતી અને કોંગ્રેસ દિગ્મુઢ અવસ્થામાં ધકેલાઈ ગઈ હતી. ગુજરાતનું રાજકારણ ઠંડુગાર થઈ ગયુ હતુ પરંતુ રાજ્યસભાની ચૂંટણીના જાહેરનામાથી રાજકીય 'વાયુ' વાવાઝોડુ ઉભુ થયુ છે. વિપક્ષી નેતા પરેશ ધાનાણી દિલ્હી દોડયા છે. લીગલ ટીમ સાથે ચર્ચા કરી રહ્યા છે, ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું છે કે કોંગ્રેસ ચૂંટણીના જાહેરનામાને સુપ્રિમમાં પડકારશે.

રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો માટે આગામી પાંચમી રાજયસભાની ચૂંટણીને લઈને રાજકારણઙ્ગ ગરમાયું છે. ગુજરાતમાં રાજયસભાની બે બેઠકો માટે આગામી પાંચમી જુલાઈએ યોજાનારી ચૂંટણીમાં નવો વળાંક આવ્યો છે. ગુજરાતમાં રાજયસભાની બે બેઠકો માટે ચૂંટણી તો એકજ દિવસે યોજાશે. પરંતુ બંને બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા અલગ અલગ યોજાશે. અને આથી જ બંને બેઠકોના ઉમેદવારોના અલગ અલગ મતપત્રક હશે. અલગ અલગ મતપત્રક દ્વારા ચૂંટણી પ્રક્રિયા યોજાય તો કોંગ્રેસને ફાળે એક પણ બેઠક નહી જાય. આમ ભાજપ આસાનીથી બંને બેઠકો જીતી શકશે. જેને લઈને વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિત અન્ય કોંગી નેતાઓના દિલ્હીમા ધામા નાખ્યા છે. બન્ને ઉમેદવારોના માટે અલગ અલગ મતદાન સામે કોંગ્રેસને વિરોધ છે. લીગલ ટીમ સાથે ચર્ચા કર્યા બાદ કોંગ્રેસ પોતાની આગામી રણનીતિ નક્કિ કરશે.

ઙ્ગગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યના સંખ્યાબળને જોતા એક જ મતપત્રક નો ઉપયોગ થાય તો એક બેઠક કોંગ્રેસને ફાળે જઈ શકે છે..પણ જો અલગ અલગ મતપત્રક હોય તો ભાજપ પાસે ૧૦૦ ધારાસભ્યોની સંખ્યા છે. બંને ઉમેદવારોને મતપત્રક પર એકડો મત આપી બંને બેઠકો સરળતાથી જીતી શકાય છે.

ઙ્ગકેન્દ્રના જાહેરનામામાં પણ તે વાતનો ઉલ્લેખ કરાયો છે કે, પેટાચૂંટણીનો કાર્યક્રમ યથાવત રહેશે પણ રાજયસભાની ખાલી પડેલી બેઠકને અલગ અલગ ગણાશે. અલગથી જાહેરનામુ બહાર પાડવામાં આવશે.અલગ અલગ જાહેરનામાં અને મતપત્રક પાછળ ચૂંટણી પંચે હાઈકોર્ટે ચુકાદાને ટાંકયો છે.

ઙ્ગકોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વડોદરામાં એક પત્રકાર પરિષદ સંબોધીને જણાવ્યું હતું કે અમે ચૂંટણીપંચના દાવાને સુપ્રીમ કોર્ટમાં પડકારીશું. ચૂંટણી પંચે સત્ત્।ાના દબાણ હેઠળ આ નિર્ણય લીધો હતો.

અમિત ચાવડાએ કહ્યું, ઙ્કઅમે ચૂંટણી પંચની પારદર્શીતા પર સવાલ ઉઠાવ્યા હતા, ભાજપે સત્ત્।ાનો દૂરઉપયોગ કરી ચૂંટણીનું મતદાન અલગ અલગ કરાવ્યું છે. અમે સત્ત્।ાનો દુરઉપયોગ થશે તેવી આશંકાએ રાજયસભાના ચેરમેન અને ચૂંટણી પંચને રજૂઆત કરી હતી કે બંને સીટની ચૂંટણી એકસાથે યોજાય તો બંને પક્ષને એક એક સીટ મળે.

(11:51 am IST)