Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

મહેસાણા: ઠાકોર સેનામાં ઉભા ફાડીયા : નવી રાષ્ટ્રીય ક્ષત્રિય ઠાકોર સેના બની : નવું આંદોલન ચલાવશે:

મહેસાણાના રામજી ઠાકોરને પ્રમુખ બનાવાયા મહેસાણાના સોમનાથ મંદિરમાં ઠાકોર સમાજના આગેવાનોની મીટિંગ મળી

મહેસાણા ઠાકોર સેનામાં ભંગાણ બાદ બે ફાટિયા પડી ગયા ઓછે. મહેસામામાં હવે નવી રાષ્ટ્રીય ક્ષત્રિય ઠાકોર સેના બનાવવામાં આવી છે. જેના પ્રમુખ હવે મહેસાણાના રામજી ઠાકોરને બનાવવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મહેસાણાના સોમનાથ મંદિરમાં ઠાકોર સમાજના આગેવાનોની મીટિંગ યોજવામાં આવી હતી. જેમાં નવી રાષ્ટ્રીય ક્ષત્રિય ઠાકોર સેના બનાવવામાં આવી છે. અને આ ઠાકોર સેનાના પ્રમુખ મહેસાણાના રામજી ઠાકોરને બનાવવામાં આવ્યા છે.

નવી રાષ્ટ્રીય ક્ષત્રિય ઠાકોર સેના નવું આંદોલન ચલાવશે તેમ જણાવવામાં આવી રહ્યું છે. નવી સેના નવું ગ્રુપ બનાવશે. અને ઠાકોર સમાજના વિકાસ માટે કામ કરશે

(12:47 am IST)