Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

નવસારીના યુવક્ની જાહેરમાં ધોલાઈ :સોશ્યલ મીડિયામાં મહીલાની છેડતી કરતા ઢોર માર માર્યો

મહિલાના પતિએ લમધાર્યા બાદ લોકોને જાણ થતા અધમુવો કરી નાખ્યો :પૉશ વિસ્તારમાં ઘટના

નવસારીમાં એક યુવકની સરજાહેરમાં ધોલાઈ કરાઈ હતી  આ યુવક સોશિયલ મીડિયામાં અંકિત પટેલ નામે એકાઉન્ટ બનાવીને મહિલાની છેડતી કરી રહ્યો હતો. ત્યારે મહિલાના પતિએ જાહેરમાં યુવકને બોલાવીને ત્યારબાદ પબ્લિકને જાણ કરતા લોકોએ યુવકને ઢોર માર મારી લોહિલુહાણ કરી દેવાયો હતો. ત્યારે અગ્રવાલ કોલેજ માર્ગના પોશ વિસ્તારમાં બનેલી આ ઘટના બાદ હવે સાયબર ક્રાઇમમાં આ અંગે ફરિયાદની કાર્યવાહી શરૂ કરાઇ છે.

(10:29 pm IST)