Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવીને ટેમ્પિમાં લવાયેલ વિદેશી દારૂ બીયરના કુલ 372 ટીન સાથે ચાલકને ઝડપી પાડી બે શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

આણંદ:લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગઈકાલે રાત્રીના સુમારે નાર-ઋણજ રોડ ઉપર વોચ ગોઠવીને અતુલ શક્તિ ટેમ્પીમાં લવાયેલા વિદેશી દારૂ-બીયરના કુલ ૩૭૨ ટીન સાથે ચાલકને ઝડપી પાડીને બે શખ્સો વિરૂદ્ઘ પેટલાદ રૂરલ પોલીસ મથકે પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. મળતી વિગતો અનુસાર પેટ્રોલીંગ કરી રહેલી એલસીબી પોલીસને માહિતી મળી હતી કે,નાર ગામના બારીયા વગામાં રહેતો મહેશભાઈ ઉર્ફે જીગો મનુભાઈ પરમાર પોતાના માણસો દ્વારા મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો મંગાવીને તેનું વેચાણ કરે છે. આજે રાત્રીના સુમારે અતુલ શક્તિ ટેમ્પીમાં વિદેશી દારૂનોજથ્થો આવનાર છે. જેના આધારે પોલીસની ટીમ નાર-ઋણજ રોડ ઉપર આવેલી બીઆરએલ હાઈસ્કૂલની સામે વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમ્યાન અતુલ શક્તિ ટેમ્પી નંબર જીજે-૨૩, એયુ-૬૪૭૦ની આવી ચઢતાં પોલીસે તેને રોકીને તપાસ કરતાં અંદરથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી બોટલો તેમજ બીયરના ટીન મળીને કુલ ૩૭૨ નંગ મળી આવ્યા હતા. જેની કિંમત ૪૨ હજાર રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે ટેમ્પી, રોકડ, તેમજ મોબાઈલ મળીને કુલ ૧,૪૭,૩૦૦ રૂા.નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા ચાલકનું નામઠામ પૂછતાં તે વિશાલ ઉર્ફે એઠલો નટુભાઈ પરમાર (રે.બારૈયા વગો, નાર)નો હોવાનું જણાવ્યું હતુ. પોલીસે વિદેશી દારૂ મંગાવનાર મહેશ ઉર્ફે જીગાને પણ ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

 

(6:00 pm IST)