Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

સુરતના વરાછા વિસ્તારમાં ગ્લોબલ માર્કેટમાં કરોડોના ઉઠમણામાં 4.33 કરોડનો માલ રિકવર કરવામાં આવ્યો હોવાની માહિતી

સુરત : સુરતના વરાછા સ્થિત ગ્લોબલ માર્કેટમાં કરોડોના ઉઠમણામાં આર્થિક ગુના નિવારણ શાખાએ ઉઠમણું કરનાર વેપારીઓની દુકાન અને ગોડાઉનમાંથી કુલ રૂ.4.33 કરોડનો માલ રીકવર કર્યો છે. આર્થિક ગુના નિવારણ શાખાએ રૂ.21.48 કરોડની છેતરપિંડી અંગે નોંધાયેલા બે ગુનામાં દલાલ જીતેન્દ્ર માંગુકીયાની આજરોજ ધરપકડ કરી છે. સુરતના વરાછા સ્થિત ગ્લોબલ માર્કેટમાં કરોડોના ઉઠમણામાં વરાછા પોલીસ મથકમાં ગત શનિવારે મોડીરાત્રે રૂ.21.48 કરોડની છેતરપિંડીની બે ફરિયાદ નોંધાઈ હતી. બાદમાં બંને ગુનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાને સોંપવામાં આવી હતી. આર્થિક ગુના નિવારણ શાખાના એસીપી વી.કે.પરમાર અને પીઆઈ એ.વાય.બલોચ અને ટીમે ગતરોજ ભોગ બનેલા વેપારીની ઉઠમણું કરનારાઓ સાથે સૌપ્રથમ મુલાકાત કરાવનાર અને અન્ય વીવર્સને દલાલીથી ગ્રે કાપડ અપાવનાર દલાલ જીતેન્દ્ર દામજીભાઈ માંગુકીયાની ગતરોજ અટકાયત કર્યા બાદ આજરોજ ધરપકડ કરી હતી.

 

(5:55 pm IST)