Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

સિંચાઇ ખાતાના વર્કચાર્જ - રોજમદાર કર્મચારીઓનું ૨૧ માસનું એરીયર્સ મંજુર

ખુશીનો માહોલ : મહામંડળની લડતને મળી સફળતા

રાજકોટ તા. ૧૭ : રાજય સરકાર દ્વારા સિંચાઇ વિભાગના રોજમદાર-વર્કચાર્જ કર્મચારીઓને ૧-૧-૨૦૧૬ થી ૩૦-૯-૨૦૧૭ સુધીનું કુલ ૨૧ માસનું એરીયર્સ બાકી રાખી દેવાતા કર્મચારી મહામંડળની વારંવારની  રજુઆતો ધ્‍યાને લઇ લાંબા સમયગાળા બાદ આ એરીયર્સ મંજુર કરી દેવાતા કર્મચારી વર્ગમાં આનંદની લાગણી પ્રસરી હોવાનું મહામંડળ (સિંચાઇ) સૌરાષ્‍ટ્ર કચ્‍છ ઝોન રાજકોટ પ્રમુખ હસમુખભાઇ પાઘડાર અને ઉપપ્રમુખ સી. કે. ગૌસ્‍વામીની સંયુકત યાદીમાં જણવાયુ છે.
ઉલ્લેખનીય છે કે સપ્‍ટેમ્‍બર ૨૦૧૭ માં સાતમું પગાર પંચ આપવામાં આવેલ અને ઓકટોબર ૨૦૧૭ થી દરેક કર્મચારીના પગારમાં આકારવામાં આવેલ. જયારે ૧-૧-૨૦૧૬ થી ૩૦-૯-૨૦૧૭ સુધીનું કુલ ૨૧ માસનું એરીયર્સ બાકી રાખી દેવાયુ હતુ. આ મામલે યોગ્‍ય ન થાય તો ગાંધી ચિંધ્‍યા માર્ગે આંદોલન કરવાની ચીમકી કર્મચારી મહામંડળે ઉચ્‍ચારી હતી.
દરમિયાન આ બાકી રાખેલ દેવાયેલ ૨૧ માસનું એરીયર્સ મંજુ કરી દેવાતા સિંચાઇ કર્મચારીઓમાં આનંદની લાગણી પ્રસરી હોવાનું મહામંડળના પ્રમુખ હસમુખ પાઘડાર (મો.૯૪૨૯૩ ૭૪૮૩૫), ઉપપ્રમુખ સી. કે. ગૌસ્‍વામી, ડી. બી. કણજારીયા, ધર્મેન્‍દ્રગીરી ગોસાઇ અને સિધ્‍ધરાજસિંહ વાળાએ સંયુકત યાદીના અંતે જણાવેલ છે.

 

(4:15 pm IST)