Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

દૂરદર્શનમાં કાલે જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્રની કામગીરી વિષયક માર્ગદર્શન

રાજકોટ તા.૧૭ : દૂરદર્શન કેન્‍દ્ર, રાજકોટ દ્વારા પ્રસારીત થતા ‘વિશેષ મુલાકાત' નામક જનહિતલક્ષી કાર્યક્રમમાં આવતીકાલે ૧૮ મે ૨૦૨૨ બુધવારે બપોરે ૧.૩૦ અને ૧૯ મે ૨૦૨૨ ગુરુવારે સવારે ૧૦.૩૦ વાગ્‍યે જીલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર કચેરીની કામગીરી અને માર્ગદર્શન વિષે રસપ્રદ ચર્ચા નું પ્રસારણ ડી.ડી. ગીરનાર ચેનલ પર સમગ્ર ભારતમાં ટેલીકાસ્‍ટ કરવામાં આવશે.

કોરોના મહામારીના કપરા અને અકલ્‍પનીય એવા કાળ પછીના સમયમાં સરકારી કચેરીઓની કામગીરીમાં આમુલ પરિવર્તન આવ્‍યું છે. ઘણી બધી પ્રક્રિયામાં અરજદારને વ્‍યક્‍તિગત હાજરીમાંથી મુક્‍તિ આપી ઓન લાઈન સેવા ઉપલબ્‍ધ કરાઈ છે સાથોસાથ, ઘણી લાઈસન્‍સ પ્રકિયા ક્‍યાંતો હળવી કરાઈ છે ક્‍યાંતો લાઈસન્‍સ કઢાવવા માંથી મુક્‍તિ અપાઈ છે, ત્‍યારે જીલ્લા ઉદ્યોગ કેન્‍દ્રની મુખ્‍ય કામગીરી શુ છે.?ᅠ MSME એટલે શું ? ઉદ્યોગ સાહસિક એટલે શું. ? કોરોના કાલ પછીની રાજયની ઉદ્યોગ નીતિ શું છે ? સબસીડી કોને મળી શકે, કેટલા ટકા મળે, અને મેળવવા માટે ની વિધિ શું છે.? યુવાનો અને મહિલાઓ માટે ઉદ્યોગ નીતિ માં કોઈ વિશેષ જોગવાઈ રખાઈ છે કે કેમ ?ᅠ જેવા અનેક મુંજવતા પ્રશ્નોનાં અભ્‍યાસપૂર્ણ જવાબ જીલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર કચેરી, રાજકોટના જનરલ મેનેજરᅠકે.વી. મોરીᅠ દ્વારા આપવામાં આવ્‍યા છે. કાર્યક્રમનું સંચાલન પરેશ વડગામા કરશે જયારે નિર્માણᅠ સંજય સાગઠીયાનું છે.

(11:10 am IST)