Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

તૌકતે વાવાઝોડાની કેવડીયામાં અસર : ભારે પવન ફૂકાતા રેલવે સ્ટેશનના પતરા ઉડ્યા

ઉંચા રેલવે સ્ટેશનના ડોમમાં લગાવેલા પતરા ઉખાડી ટપોટપ નીચે પડતા દોડધામ મચી : જોકે કોઈ જાનહાની નહીં

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : દેશના પ્રથમ ન્યુ ગ્રીન બિલ્ડીંગ રેલવે સ્ટેશન આજે પ્રથમ હળવા પવનનેના વેઠી શક્યું અને  વાવાઝોડું આવ્યુંને ઉપર ડોમમાં નીચેના ભાગે લગાવેલ પતરા પવનમાં ઉડ્યા જોકે સદ્ નસીબે કોઈ પ્રવાસીઓ ના હોય જાનહાની થઈ નથી ઘટનાની જાણ થતાંજ ગરુડેશ્વર મામલતદાર ડિઝાસ્ટર ની ટિમો રેલવે વિભાગની ટીમો કેવડિયા પોલીસ પણ દોડી આવી હતી.
તૌકતે વાવાઝોડાની અસરને લઈ ને રાજપીપલા કેવડિયા સહિત વરસાદ પડ્યો હતો ત્યારે બીજા દિવસે પણ કેવડીયામાં ભારે પવન ફૂંકાયો હતો. ભારે પવન ફૂકાતા  કેવડિયા કોલોની ખાતે નિર્માણ પામેલ રેલવેસ્ટેશન ના ઉંચા ડોમમાં લગાવેલા પતરા ઉડીને નીચે પડ્યા હતા. દેશના પ્રથમ ગ્રીન બિલ્ડીંગ રેલવે સ્ટેશન હજુ થોડા મહિના પહેલાં બનાવવામાં આવ્યું છે. જેથી હાલ તેની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા છે,જો ત્યાં પેસેન્જરો હોત અને આ ઘટના ઘટી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત સદનસીબે રેલવે સ્ટેશનમાં કોઈ ન હોવાથી જાન હાની થઇ નથી પણ પતરા ઉડી જતા રેલવે વિભાગને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

(11:18 pm IST)