Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

અત્યંત તિવ્ર વાવાઝોડુ સૌરાષ્ટ્રના દરિયાકિનારાથી ૧૨૫ કિ.મી.દૂરઃ ૧૬ કિ.મી.ની ઝડપઃ રાત્રે ૧૨ વાગ્યા પહેલા દીવ આસપાસ લેન્ડફોલ કરશે

સૌરાષ્ટ્ર- કચ્છ- ગુજરાતમાં ૩૦ મી.મીે.(સવા ઈંચ) થી ૩૦૦ મી.મી.(૧૨ ઈંચ) સુધીનો વરસાદ ખાબકેઃ અશોકભાઈ પટેલ

રાજકોટઃ વાવાઝોડુ ''તૌકતે''એ અતિ તિવ્રરૂપ ધારણ કરી લીધું છે. એકસટ્રીમલી સિવિયર સાયકલોનીક સ્ટ્રોમમાં  પરિવર્તીત થયું છે. આ વાવાઝોડુ આજે રાત્રે ૧૨ વાગ્યા પહેલા દીવ આસપાસ લેન્ફોલ કરશે. જેની અસરથી ઓવરઓલ સૌરાષ્ટ્ર- કચ્છ- ગુજરાતમાં ૩૦ મી.મી. થી માંડી ૩૦૦ મી.મી. સુધીનો વરસાદ પડશે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મધ્યપૂર્વ અરબી સમુદ્ર ઉપર વેરી સિવિયર સાયકલોનિક સ્ટ્રોમ વધુ મજબૂત બની અને એકસસ્ટ્રીમલી સિવિયર સાયકોલોનીક સ્ટ્રોમ (અત્યંત તિવ્ર વાવાઝોડુ) બની ગયું છે. આજે રાતે ૧૨ વાગ્યા પહેલા દીવ આસપાસ લેન્ડફોલ થઈ જશે.

હાલમાં તેનું લોકેશન ૧૯.૬ નોર્થ ૭૧.૫ ઈસ્ટ સૌરાષ્ટ્રના દરિયાકિનારાથી દક્ષિણ- દક્ષિણ પૂર્વ ૧૨૫ થી ૧૩૦ કિ.મી. દૂર છે. જનરલ આઈ ઓફ સ્ટ્રોમ વધુ મજબૂત હોય તો આંખ પણ થાય. હાલ ૧૫, ૧૬ કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે. પવનની ઝડપ ૧૮૦ થી ૧૯૦ કિ.મી. અને ઝાટકાના પવન ૨૧૦ કિ.મી.ના છે.

જેના લીધે સૌરાષ્ટ્રમાં કોઠાના વિસ્તારોમાં જયારે લેન્ડફોલ થાય ત્યારે પવનની ઝડપ ઘટે છતાં સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં ૫૦ થી ૧૫૦ કિ.મી.ના પવન ફૂંકાય. સૌરાષ્ટ્ર- કચ્છ ગુજરાતમાં વધુ વરસાદ સાયકોલોન ટ્રેકની બન્ને બાજુ વધુ વરસાદ રહેશે.

અશોકભાઈ જણાવે છે કે ઓવરઓલ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત ૩૦ મી.મી. થી ૩૦૦ મી.મી. સુધીનો વરસાદ પડશે. વધુ  વરસાદ સાયકલોન ટ્રેક ઉપર ૧૦૦ થી ૩૦૦ મી.મી. અને સાયકલોન ટ્રેકની બન્ને બાજુ ૩૦ થી ૧૦૦ મી.મી. સુધી વરસાદ પડશે.

(4:29 pm IST)
  • મુંબઈના દાદર, વરલી, લોઅર પરેલ, માટુંગા અને માહિમ સહિતના મુંબઇના પશ્ચિમ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મુંબઈમાં વર્લી સી ફેસ, શિવાજી પાર્ક, મરીન ડ્રાઇવ પર દરિયામાં ઊંચા મોજા ઉછળીરહ્યા છે. કેટલાક વિસ્તારોમાંમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. access_time 5:27 pm IST

  • દીવ-વેરાવળમાં અનેક હોર્ડિંગ્સ જમીન દોસ્ત : જાફરાબાદમાં વીજ ટ્રાન્સફોર્મર પડ્યું છે :અત્યાર સુધીમાં 234 વીજ થાંભલા પડયા: કાચા મકાનો અને ઝૂંપડાઓને ભારે નુકસાન: દરિયાકિનારાના 34 કાચા મકાનો તૂટી પડયા છે. access_time 1:41 am IST

  • તૌકતે ઇફેક્ટ : ગીરસોમનાથ જિલ્લાના તલાળામાં એક મોબાઈલ ટાવર ધરાશાયી થવાના સમાચાર આવ્યા છે. દયાનંદ સોસાયટીમાં અગાશી પર લગાવેલા મોબાઈલ ટાવર ધરાશાયી થયો છે. ચક્રવાતના ભારે પવનના કારણે મોબાઈલ ટાવર ધરાશાયી થયો છે. સદનસીબે કોઈ જ જાનહાનિના સમચાર આવ્યા નથી. access_time 1:40 am IST