Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

૧૭ જિલ્લાના ૬૫૫ ગામના લોકોનું સ્થળાંતરઃ NDRFની ૪૪ અને SDRFની ૧૦ ટીમ ખડેપગે

તંત્ર દ્વારા ૧૩૮૩ પાવર બેંક ૧૬૧ ICU એમ્બ્યુલન્સ અને ૫૭૬ જેટલી એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાયઃ ઓકિસજન સપ્લાય માટે ૩૪ ગ્રીન કોરીડોર તૈયારઃ ફૂડ પેકેટ સહિત તમામ તૈયારીઓ પૂર્ણ

રાજકોટઃ તૌકતે વાવાઝોડાંને પહોંચી વળવા તંત્ર સજજ બન્યું છે, મોટા ભાગની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, જયારે સ્થળાંતરથી લઈ ઈમરજન્સી સેવાઓ માટે તંત્ર દ્વારા એમ્બ્યૂલન્સને પણ સ્ટેન્ડ બાય રાખી દેવાઇ છે. બેકઅપ, ફૂડ પેકેટ સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

તંત્ર દ્વારા ૧૩૮૩ પાવર બેક, ૧૬૧ ICU એમ્બ્યૂલન્સને સ્ટેન્ડ બાય રખાઈ છે, જ્યારે ૫૭૬ જેટલી ૧૦૮ એમ્બ્યૂલન્સોને પણ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. ઓકિસજનની અછત ન વર્તાઈ તે માટે ઓકિસજન સપ્લાય માટે ૩૪ ગ્રીન કોરીડોર તૈયાર કરવામાં આવ્યો છે તેમજ ૪૫૬ ડિ-વોટરીંગ પંપ તૈયાર કરાયા છે.

મહત્વનું છે કે તૌકતે વાવાઝોડાની સંભવિત અસરને જોતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૭ જિલ્લાના ૬૫૫ ગામના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, તંત્ર દ્વારા અત્યાર સુધી ૧ લાખ લોકોનું સ્થળાંતર કરાયું છે,વાવાઝોડાંને પહોંચી વળવા NDRFની અને SDRF ટીમો તૈયાર કરવામાં આવી છે, NDRFની ૪૪ ટીમ, SDRF ની ૧૦ ટીમ હાલ ખડેપગે છે, તો ફોરેસ્ટની ૨૪૦, માર્ગ મકાન વિભાગની ૨૪૨ ટીમ તૈનાત કરવામાં આવી છે, વીજ પુરવઠોના ખોરવાય તે માટે ૬૬૧ ટીમ ખડેપગે રહેનાર છે, આરોગ્યની સુવિધાઓ સમયસર મળી રહે તે માટે આરોગ્ય વિભાગની ૩૮૮ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ તરફ મહેસુલ વિભાગના ૩૧૯ ટીમ અને અધિકારીઓને ત્વરિત પગલાં ભરવા માટે ડિપ્લોય કરી દેવામાં આવ્યા છે.

ગુજરાતમાંધીમે ધીમે તૌકતે વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે, જેના ભાગ રૂપે કેટલાક જિલ્લાના વાવાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. જો કે ગઈકાલથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજયના ૨૧ જિલ્લાના ૮૪ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, ૬ તાલુકામાં તો એક ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. સંભવિત વાવાઝોડાંની અસરના ભાગરૂપે આગામી ૨ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે એવું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે.

(3:26 pm IST)
  • જમ્મુ-કાશ્મીરની બે જેલમાં ૯૨ કેદીઓને કોરોના વળગ્યો છે. અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે આ કોઈ પણ કેદીમાં કોરોના વાયરસના લક્ષણો નહોતા અને કોરોના પોઝિટિવ આવેલ છે : બધાને અલગ કોટરીમાં રાખવામાં આવ્યા છે. ઉધમપુર અને કુપવાડા જિલ્લાની જેલોમાં કરવામાં આવેલ 'રેપિડ એન્ટિજેન' તપાસ (આરએટી) પછી હવે અહીં કુલ ૧૧૫ કેદીઓ કોરોનાથી સંક્રમિત છે. આ જેલોમાં ૫૭૦૦ થી વધુ કેદીઓ છે. access_time 6:09 pm IST

  • ભારતીય હવામાન ખાતા દ્વારા અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન ''તૌકતે'' સંદર્ભે જણાવ્યા મુજબ આ વાવાઝોડું આજે  સાંજે 6:30 કલાકે દક્ષિણપૂર્વ દીવથી ફક્ત 70 કિ.મી. દૂર સ્થિત છે. ''તૌકતે'' વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લા છ કલાકમાં 17 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન ખાતા દ્વારા જણાવ્યાનુસાર આ વાવાઝોડું આજે રાત્રે પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાતમાં રાત્રિના 08.00 થી 11.00 કલાક દરમિયાન  155 થી 165  કિ.મી. પ્રતિ કલાક પવનની ગતિથી પ્રવેશવાની શકયતા છે. પવનની ઝડપ 185 કિ.મી. પ્રતિ કલાક સુધી વધી શકે છે. access_time 8:15 pm IST

  • રાજકોટ : નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ રાજકોટમાં આજે સવારે રિક્ટર સ્કેલ પર 3.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો : ભૂકંપ 03:37:18 વાગ્યે સવારે રાજકોટથી દક્ષિણમાં 10 કિલોમીટરની ઉંડાઈએ આવ્યો હતો. access_time 9:27 am IST