Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

રાજપીપળા સહિત જિલ્લામાં તૌકતે વાવાઝોડાની અસર : ભારે વાવાઝોડા અને વરસાદમાં લોકોના ઘરના છાપરા ઉડ્યા

તૌકતે વાવાઝોડાની અસર રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં પણ જોવા મળી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ થયો હતો.
 નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર સહિત નાંદોદ , તિલકવાડા ,ડેડીયાપાડા,ગરુડેશ્વર તથા સાગબારા તાલુકામાં રવિવારે બપોરના ત્રણ વાગ્યા ની આસપાસ  ખુબ જ ઝડપી પવન સાથે વાવાઝોડા સાથે ગાજવીજ સાથે વરસાદ થયો હતો જોકે તંત્ર દ્વારા તૌકતે વાવાઝોડા ની આગાહી સ્વરૂપે મહારાષ્ટ્ર સહિત ગુજરાતના ઘણા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા ત્યારે રવિવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને આ વાવાઝોડા ની અસર નર્મદા જિલ્લામાં પણ જોવા મળી હતી.
આ વાવાઝોડા ને પગલે નાંદોદ તાલુકામાં ઘણા લોકોના ઘરો ના છાપરા પણ ઉડી ગયા અને લગ્નના મંડપો પણ ઉખડી ગયા હતા જ્યારે ઘણા વિસ્તારોમાં વીજળી પણ ડૂલ થઈ જતા લોકો અકળાઈ ઉઠ્યા હતા આ કમોસમી વરસાદ થી ઉનાળુ બાજરી ,તુવેર તથા કેરી ના પાક ને વ્યાપક નુકશાન થતા ધરતીપુત્રો ચિંતિત જોવા મળ્યા છે.

(10:58 pm IST)