Gujarati News

Gujarati News

News of Sunday, 17th May 2020

ખેડા જિલ્લામાં કોરોનાના નવા છ પોઝિટિવ કેસ : કપડવંજના દંપતી , નડિયાદમાં ત્રણ અને રેઢુના એક વ્યક્તિને ચેપ લાગ્યો

ખેડા જિલ્લામાં કોરોનાનો કુલ આંક 47 પર પહોંચ્યો

ખેડા જિલ્લામાં રવિવારના દિવસે વધુ 6 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. નડિયાદ, કપડવંજ અને રઢુ ગામે કોરોનાના કેસ બન્યા છે. કપડવંજના ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં પતિ-પત્નીને કોરોના પોઝિટિવ આવ્યો છે. નડિયાદ શહેરમાં કોરોના પોઝિટિવના 3 દર્દી અને રેઢું ગામે એક વ્યક્તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ખેડા જિલ્લામાં વધી રહેલા કોરોના કેસ તંત્ર માટે ચિંતાનો વિષય બન્યા છે. ખેડા જિલ્લામાં કોરોનાનો કુલ આંક 47 પર પહોંચ્યો છે.

(10:25 pm IST)