Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં અપહરણ બાદ ઇનસપુર બ્રિજ નીચેથી યુવકનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળ્યો

રાજસ્થાનના કકરોલીના વતની મૃતક કોઈ યુવતીના ચારિત્ર અંગે વાતો કરતો હોવાથી સાથી સાથે ઝઘડો થયો હતો

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાંથી અપહરણ કરાયેલ યુવકનો  ઇસનપુર બ્રિજ નીચેથી હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર જાગી છે  સેટેલાઇટનાં આ યુવકનું અપહરણ કરીને હત્યા કરવામાં આવી હોવાનું મનાય છે આજે સવારે કાળુભાઇ ધોબી નામનો યુવકનો ઇસનપુરબ્રિજ નીચેથી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

   આ અંગે મળતી વિગત મુજબ સેટેલાઇટ વિસ્તારમાં ઉમિયા વિજય સોસાયટી પાસેથી મોડી રાતે  યુવકનું અપહરણ થયું હતું. તે યુવકનું રાજસ્થાન, કાંકરોલીનો રહેવાસી હતો અને તેનું નામ કાળુભાઈ ધોબી છે. જેનો આજે સવારે હત્યા કરાયેલી હાલતમાં ઇસનપુરબ્રિજ નીચેથી મૃતદેહ મળી આવ્યો હતો.

  જાણવા મળ્યા મુજબ કાળુભાઇ ધોબીના નામના શખ્સને યુવતીના ચારિત્ર અંગે વાતો કરતો હોવાથી સાથી વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો. મૃતક કાળુભાઈને કામ કરવા બાબતે ગઈકાલે બપોરે ઝઘડો થયો હતો. ત્યારબાદ રાત્રે આરોપીઓએ કાળુભાઇનું અપહરણ કરી માર માર્યો હતો અને આજે સવારે ઇસનપુર બ્રિજ નીચેથી તેનો મૃતદેહ મળ્યો હતો

(10:49 pm IST)