Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટને નડતરરૂપ 29 ઈમારતોને તોડી પાડવા નિર્ણંય ;મોટો ઉહાપોહ થવાની શકયતા

એરપોર્ટ ઓથોરિટીએ એનઓસી આપી દેતા મહાનગરપાલિકાએ વસવાટની પરવાનગી આપી હતી

 

સુરતમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટને નડતરરૂપ ઈમારતોને તોડી પાડવામાં આવશે. ઈમારતોના કારણે એરપોર્ટનો વિકાસ અટકી ગયો છે અને તેથી સુરત એરપોર્ટ પરથી વિવિધ એરલાઈન્સ આંતરરાષ્ટ્રીય ફલાઈટ્સના શિડ્યુલ સુરતથી ચાલુ કરવા માટે રાજી નથી. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ હવે સુરતના આંતરાષ્ટ્રીય હવાઈઅડ્ડાને નડતરરૂપ 29 ઈમારતોને તોડી પાડવાનો નિર્ણય લીધો છે. જોકે નિર્ણયને પગલે ભારે ઉહાપોહ થવાની સંભાવના છે.

   સુરત એરપોર્ટને કુલ 34 ઈમારતો નડતરરૂપ છે. તે પૈકી 29 ઈમારતોને એરપોર્ટ ઓથોરિટીએ એનઓસી આપી દેતા સુરત મહાનગરપાલિકાએ વસવાટની પરવાનગી આપી હતી. હાલ અહીં સેંકડો લોકો વસવાટ કરી રહ્યાં છે એટલે હવે તેમના શિફટિંગનો મહાકાય પ્રશ્ન ઊભો થવાનો છે. જોકે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા હવે તમામ 29 બિલ્ડિંગોને દૂર કરશે અને ઈમારતોને તોડી પાડવા જરૂરી મશીનરી અને મેનપાવર પાલિકા પુરા પાડશે. તમામ નોટિસ આપવાથી માંડીને ડિમોલેશન સહિતની તમામ પ્રક્રિયા એરક્રાફટ રુલ્સ અંતર્ગત એએઆઈ કરશે.

   આમ તો કુલ 90 ઈમારતો સુરત એરપોર્ટના રન-વેને નડતરરૂપ છે તે પૈકી વેસુ એન્ડ પરની 18 ઈમારતો એવી છે કે જે રહેણાંક છે પરંતુ ઈમારતોના કારણે રન-વેનું નથી તો વિસ્તરણ થઈ શકતું કે નથી તો જે હયાત રન-વે છે તેનો સંપૂર્ણ ઉપયોગ કરી શકાતો. કુલ 2,905 મીટરના રન-વેમાંથી 2,250 મીટરના રન-વેને ઉપયોગમાં લઈ શકાય છે.

(9:47 pm IST)