Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

ડીસાના માલગઢ ગામે વીજકરંટ લાગતા રમેશ ટાંકનું કરૂણમોત :ખેતરમાં બોર ચાલુ કરવા જતાં કરંટ લાગ્યો

ડીસા તાલુકાના માલગઢ ગામે વિજકરંટ લાગતા એક યુવકનું મોત થતા અરેરાટી વ્યાપી જવા પામી છે. માલગઢ ગામનો રમેશ પ્રભુજી ટાંક નામનો યુવાન ખેતરમાં બોર ચાલુ કરવા જતાં કરંટ લાગ્યો હતો.જેથી તેનું મોત નીપજ્યું હતું.તેના મૃતદેહને ડીસા સિવિલમાં પીએમ માટે ખસેડાયો હતો.

(9:44 pm IST)