Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

વલસાડના ઉમરગામમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ ;હજારો લીટર પાણી વેડફાયું સમારકામ શરુ

વરોલી નદીથી ઉમરગામમાં જતી લાઈનમાં સોલ્સુંબા નજીક તળાવમાં ખોદકામ વેળાએ ભંગાણ

વલસાડના ઉમરગામ નજીક પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું છે જેના કારણે હજારો લીટર પાણી વેડફાયું છે જોકે તાત્કાલિક ધોરણે સમારકામ શરુ કરાયુ છે

  જાણવા મળ્યા મુજબ સોલ્સુંબા નજીક તળાવમાં ખોદકામ ચાલી રહ્યું હતું. ત્યારે પાણીની લાઈનમાં મોટું ભંગાણ સર્જાતા તંત્ર દોડતું થઈ ગયું હતું. અને યુદ્ધના ધોરણે પાણીની લાઈન સમારકામ શરુ કર્યું હતું.

   વલસાડ જિલ્લાના ઉમરગામમાં લાખો લીટર પાણીનો વ્યય થયો હતો. ઉમરગામના સોળ સુંબા ગામેં હજારો લીટર પાણી વહી જવાની ઘટના બની હતી.વરોલી નદીથી ઉમરગામમાં જતી પીવાની પાણીની પાઇપ લાઈનમાં ભગાણની ઘટના બની હતી. તળાવમાં ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક પાણીના મોટા ફુરવા ઉડ્યા હતા. કામ કરી રહેલા કામદારની ભૂલને કારણે પાણીની પાઈપલાઈનમાં મોટું ભંગાણ થયું હતું

(9:01 pm IST)