Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

આણંદ નજીક બાકરોલમાં ક્રિકેટ રમવા બાબતે ચાર શખ્સોએ બાઈક સવાર બે શખ્સોને ઢોરમાર મારતા પોલીસ ફરિયાદ

આણંદ:નજીક આવેલા બાકરોલ ગામના બસસ્ટેન્ડ પાસે ગઈકાલે મધ્યરાત્રીના સુમારે ક્રિકટ રમવાની બાબતે ચાર શખ્સોએ બાઈક સવાર બેને સ્ટેમ્પ અન ગડદાપાટુનો માર મારતાં આ અંગે વિદ્યાનગર પોલીસ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 

મળતી વિગતો અનુસાર બાકરોલ ગામે રહેતા જમીલઅહેમદ યારીફભાઈ વ્હોરા અને જુનેદ હસનભાઈ વ્હોરા બાઈક લઈને નડીઆદ ગયા હતા અને ત્યાંથી રાત્રીના પોણા અગિયાર વાગ્યાના સુમારે પરત ફર્ય હતા. બાકરોલ બસસ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કેટલાક યુવકો ક્રિકેટ રમી રહ્યા હતા. જેથી બાઈક ઊભુ રાખતાં તુષારભાઈ ડાહ્યાભાઈએ જણાવ્યું હતુ કે, દેખાતુ નથી, ગાડી જોઈને ચલાવ તેમ કહીને ગાળો બોલી હતી જેથી ગાળો બોલવાની ના પાડતાં તુષાર એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને જુનેદને લાફો મારી દીધો હતો, ત્યારબાદ પોતાની પાસેનું સ્ટમ્પ પણ માથામા મારી દેતાં ગંભીર ઈજાઓ થવા પામી હતી. 

(5:36 pm IST)