Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

માતરના સંધાણામાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 9 શકુનિઓની ધરપકડ કરી

માતર: તાલુકાના સંધાણામાં ચાલતાં જુગારધામ પર ે માતર પોલીસે દરોડો પાડી પત્તાપાનાનો જુગાર રમતાં નવ જુગારીઓને ઝડપી પાડ્યાં હતાં. આ જુગારીઓ પાસેથી મળી આવેલ રૂ.૪૪,૮૦૦ ના મુદ્દામાલ જપ્ત કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ માતર તાલુકાના સંધાણામાં માસુમ ફળીયાની પાછળના ભાગે આવેલ ઠાકોરવાસની ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલતુ હોવાની માહિતી માતર પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી હતી. આ દરોડામાં પોલીસે પત્તાપાનાનો હારજીતનો જુગાર રમી રહેલાં ૯ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યાં હતાં. જેમાં કાલેખાન હુસેનખાન પઠાણ (સંધાણા), બાબુભાઈ મોહનભાઈ ડાભી (બામરોલી), કાલેખાન અકબરખાન પઠાણ (સંધાણા), શબ્બીરહુસેન મુસ્તાકઅલી સૈયદ (ખેડા), ઈકબાલમીયાં સિકંદરમીયાં બેલીમ (ખેડા), લીયાકતઅલી અહેમદઅલી સૈયદ (ખેડા), ઈદ્રીશભાઈ યાકુબભાઈ વ્હોરા (ખેડા), રજબીખાન ઈમામખાન પઠાણ (રતનપુર) અને જયેશભાઈ રમેશભાઈ ખત્રી (ખેડા) નો સમાવેશ થાય છે. આ તમામ જુગારીઓ પાસે અંગજડતીમાંથી રૂ.૧૩,૯૭૦, દાવ પરના રૂ.૧૮૩૦ તેમજ આઠ નંગ મોબાઈલ ફોન કિંમત રૂ.૪૦૦૦ અને એક સીએનજી રીક્ષા કિંમત રૂ.૨૫,૦૦૦ મળી કુલ રૂ.૪૪,૮૦૦ નો મળી આવેલ મુદ્દામાલ માતર પોલીસે જપ્ત કર્યો છે. અને પકડાયેલા તમામ જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

(5:35 pm IST)