Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

કઠલાલના કઠણમાં દીકરીએ પ્રેમ લગ્ન કરતા માતાએ ઘરે જઈ માર મારતા પોલીસ ફરિયાદ

કઠલાલ: તાલુકાના કઠાણામાં રહેતી એક યુવતિએ ગામમાં જ રહેતાં એક યુવક સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. જેથી યુવતિના પરિવારજનો નારાજ હતાં. ગઈકાલે આ નારાજગીએ હદ વટાવી હતી. યુવતિની માતાએ તેના પુત્ર સાથે મળી પુત્રીના ઘરે જઈ તેણીને માર મારતાં આ બાબતે યુવતિએ માતા અને ભાઈ સામે પોલીસમાં ફરિયાદ આપી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ કઠલાલ તાલુકાના કઠાણામાં રહેતાં પુનમભાઈ હિંમતભાઈ પઢિયારની પુત્રી સાવિત્રીબેને આજથી બારેક વર્ષ અગાઉ ગામમાં જ રહેતાં અમરસિંહ સોલંકીના પુત્ર લાલસિંહ સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. 

(5:33 pm IST)
  • શારદા ચીટ ફંડ : સુપ્રિમ કોર્ટમાંથી કલકત્તાના પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવ કુમારને રાહત નહિં : ધરપકડ પર લાગેલો સ્ટે હટાવાયો access_time 11:31 am IST

  • સુરતના વરાછાના વેપારીને યુવતીએ હનીટ્રેપમાં ફસાવ્યોઃ હનીટ્રેપમાં ફસાવ્યા બાદ બ્લેકમેલ કરી માગ્યા નાણા : પોલીસે હેડકોસ્ટેબલ જીતેન્દ્ર ચૌહાણની ધરપકડ કરી access_time 3:47 pm IST

  • યેદિયુરપ્પાએ કર્યો ફરીવાર કર્ણાટક સરકારના પતનનો દાવો ;કહ્યું લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસ જેડીએસનું ગઠબંધન સરકાર તૂટી પડશે :કર્ણાટક ભાજપ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ કોંગ્રેસ અને જેડીએસનું ગઠબંધન તકવાદી ગણાવ્યું હતું access_time 1:03 am IST