Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

નડિયાદમાં બાઈક ચાલકે બાળકને હડફેટે લીધું: ઠપકો આપવા ગયેલ શખ્સો પર વળતો હુમલો

નડિયાદ: શહેરમાં બાઈક લઈ જતાં એક યુવકે રહેણાંક વિસ્તારમાં બાળકને અડફેટે લેવા બાબતે ઠપકો આપવા પહોંચેલા બાળકના પિતા અને કાકાને છ જણાંએ ભેગા મળી મારમાર્યા હોવાની ફરિયાદ નડિયાદ ટાઉન પોલીસમથકમાં નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદમાં બાવનશહીદ મસ્જિદ પાસે વ્હોરવાડમાં અબ્દુલસમદ અબ્દુલખાલીદ મૌલવી પોતાના પરિવાર સાથે રહે છે. ગત મંગળવારના રોજ સાંજના સમયે અબ્દુલસમદ મૌલવીનો ભત્રીજો અરકાન શાહીદભાઈ મૌલવી ઘર બહાર નીકળતો હતો. તે વખતે માર્ગ પરથી પુરપાટ ઝડપે મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલ આમીરભાઈ યાકુબભાઈ ગરબડ દૂધવાળાએ અરકાનને અડફેટે લીધો હતો. અને ત્યારબાદ તેને મારવા લાગ્યો હતો. 

(5:33 pm IST)