Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

વડોદરા નજીક નેશનલ 48 પર કાર હડફેટે બાઈક ચાલક યુવકના મોતથી પરિવારને માથે આભ ફાટ્યું હોવાની પરિસ્થિતિ

વડોદરાઃ વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે નં-48 પર તરસાલી ચોકડી પાસે આજે વહેલી સવારે કાર ચાલકે મોપેડને અડફેટે લેતા યુવાન 20થી 25 ફુટ હવામાં ફંગોળાયો હતો. જેથી ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં મકરપુરા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. અને યુવાનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. એકનો એક દિકરો ગુમાવતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી પંચવટી સોસાયટીમાં ભાવેશ પરમાર નામનો યુવાન પત્ની અને બાળકી સાથે રહેતો હતો. ભાવેશ આજે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ તરસાલી બાયપાસ પાસે આવેલી લિજેન્ડ હોટલ પાસેથી મોપેડ લઇને પસાર થઇ રહ્યો હતો, તે સમયે પુરપાટ ઝડપે સામેથી આવતી કારના ચાલકે મોપેડ પર સવાર ભાવેશને અડફેટે લીધો હતો. જેમાં ભાવેશને માથા અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું.

(5:31 pm IST)