Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

ડીસાના બનાસની નદીના પુલ પર ટ્રેલર પલ્ટી ખાતા ચાલકને ગંભીર ઇજા

ડીસા:શહેરના બનાસ નદીના પુલ પરથી પસાર થતો હાઈવે માર્ગ દિનપ્રતિદિન ગોઝારો બનતો જઈ રહ્યો છે. આ હાઈવે  પર અવારનવાર નાનામોટા અકસ્માતોની ઘટના જોવા મળી રહી છે. જ્યારે ડીસાના માલગઢ પાટીયા નજીક ઉદયપુરથી વિલાયતી કોલસા ભરીને જઈ રહેલ ટ્રેલરના ચાલકે કાબુ ગુમાવતા ટ્રેલર ડીવાઈડરથી ટકરાઈ પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં ટ્રેલરના ચાલકને ઈજાઓ થતાં તેને સારવારઅર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ અકસ્માતની વિગત જોઈએ તો બનાસકાંઠા જિલ્લામાં વધતી જતી અકસ્માતોની ઘટના વચ્ચે વધુ એક અકસ્માત સર્જાયો છે ત્યારે એક જ અઠવાડિયામાં ડીસા નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર બીજો ટ્રેલરનો અકસ્માત સર્જાયો છે. ત્રણ દિવસ અગાઉ ભીલડી હાઈવે પર બે ટ્રેલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત બાદ ડીસા તાલુકાના આખોલ ગામ નજીક બનાસ નદીના પુલ પાસે કંડલાથી ઉદયપુર વિલાયતી કોલસા ભરીને જઈ રહેલું વધુ એક ટ્રેલરના ચાલકે કાબુ ગુમાવતા ટ્રેલર ડીવાઈડરથી ટકરાઈ અચાનક પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. જ્યારે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

(5:30 pm IST)