Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

ખેડા જિલ્લામાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં એક શખ્સે ઘટનાસ્થળેજ દમ તોડ્યો: બેને ગંભીર ઇજા

ખેડા:જિલ્લાના નડિયાદ અને કઠલાલમાં અકસ્માતના બનાવો નોંધાયા છે. જેમાં નડિયાદ નજીક થયેલ અકસ્માતમાં સાસરીમાં જવા નીકળેલ એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ ંહતું. જ્યારે કઠલાલમાં ફોર વ્હીલર ગાડીએ રાહદરીને ટક્કર મારી હતી. જેમાં એક વ્યક્તિને શરીરે વત્તા ઓછા પ્રમાણમાં ઇજાઓ પહોંચી હતી. આ બંને બનાવ અંગે  સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

નડિયાદ તાલુકાના ડુમરાલ ગામે રહેતા મનહરભાઇ કાભઇભાઇ પરમાર ગત્ રોજ રાત્રે એક વાગ્યાના સુમારે પોતાની મોટર સાયકલ લઇને સોજીત્રા ગામે આવેલ તેમની સાસરીમાં જવા નીકળ્યા હતા. સાથે તેમને તેમના મિત્ર રીતેષભાઇ મનીષભાઇ પરમારને પણ લીધો હતો.

(5:27 pm IST)