Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

સુરતના મોટા વરાછામાં પાણીના પ્રવાહમાં મગરનું બચ્ચું તણાઈને આવતા લોકોમાં ભયનો માહોલ

સુરત: શહેરના મોટા વરાછા ના તાપી નદી કિનારે આજે પાણીના પ્રવાહમાં તણાઇને મગરનું બચ્ચુ કિનારે આવી જતા શહેરીજનોમાં ગભરાટ ફેલાયો હતો. વન વિભાગે રેસ્કયુ કરીને બચ્ચાને લઇ ગયા હતા. મગરનું બચ્ચું ક્યાંથી આવ્યું તેની તપાસ શરૂ કરી દેવાઇ છે.

ઉકાઇ ડેમમાંથી હાલમાં પાણીનુ સ્તર જાણવવા માટે પાણી છોડાઇ રહયુ છે.આ પાણીના પ્રવાહમાં તણાઇને મગરનું એક નાનું બચ્ચુ મોટાવરાછા મહાદેવ ઓવારા નજીક તણાઇને આવી ગયુ હતુ. જેના પર આજે મોડી સાંજે એક માછીમારીની નજર જતા સ્થાનિક લોકોને જાણ કરતા લોકોનું મોટુ ટોળુ ભેગુ થઇ ગયુ હતુ. અને વન વિભાગને જાણ કરતા એન.જી.ઓની મદદ લઇને મગરના બચ્ચાનું રેસ્કયુ કરાયુ હતુ. 

(5:26 pm IST)