Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ગેસ રીફિલનું કૌભાંડ રંગે હાથે ઝડપાયું: ફરાર ત્રણ વ્યક્તિની તપાસ શરૂ

વડોદરા:કારેલીબાગ વિસ્તારમાં આવેલી શ્રીજી ગેસ એજન્સીના ડોેમેસ્ટીક ગેસ બોટલોમાંથી ગેસ કાઢી કોમર્શિયલ બોટલમાં ભરવાનું નેટવર્ક જિલ્લા પોલીસે  વીરોદ ગામની સીમમાંથી ઝડપી પાડી ત્રણ ટેમ્પા, ગેસના બોટલો સાથે ચાર વ્યક્તિને ઝડપી પાડયા હતા જ્યારે ત્રણ વ્યક્તિઓ ફરાર થઇ જતાં તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતિ મુજબ વીરોદ ગામની સીમમાં ઝાલા ફાર્મ તરફ જવાના કાચા રસ્તા ઉપર જતા રોડની બાજુમાં ખુલ્લી જગ્યામાં લીમડાના ઝાડ નીચે ત્રણ થ્રી વ્હીલ ટેમ્પા ઉભા છે અને તેમાં ભરેલા ગેસના બોટલો સાથે ટેમ્પાના ડ્રાયવરો શંકાસ્પદ પ્રવૃત્તિ કરે છે તેવી બાતમી એસઓજીને મળતા સ્ટાફના માણસોએ આજે બપોરે દરોડો પાડી તપાસ કરતાં ચાર વ્યક્તિઓ ઝડપાઇ  હતી જ્યારે ત્રણ વ્યક્તિ ફરાર થઇ ગઇ હતી.

(5:25 pm IST)