Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

વડોદરા: ટ્રેનમાં ઊંઘતી મહિલાનો લાભ લઇ શારીરિક અડપલાં કરનાર મુંબઇના યુવકને અન્ય પ્રવાસીઓએ ઝડપી મેથીપાક ચખાડ્યો

વડોદરા:ગોલ્ડન ટેમ્પલ મેલ એક્સપ્રેસ ટ્રેનમાં પ્રવાસ કરતી યુવતીની ઊંઘનો લાભ ઉઠાવી અડપલા કરતાં કોચના અન્ય પ્રવાસી યુવાનને ઝડપી પાડી યુવતીએ પોલીસને સોંપી દીધો હતો.

પ્રાપ્ત માહિતિ મુજબ લખનૌની મુળ રહેવાસી યુવતી મુંબઇમાં રહીને અભ્યાસ કરે છે. તેને મુંબઇથી લખનૌ પોતાના વતનમાં જવાનું હોવાથી ગોલ્ડન ટેમ્પલ મેલ એક્સપ્રેસ ટ્રેનના રિઝર્વેશન કોચમાં પ્રવાસ કરતી હતી. રાત્રિના સમયે પોતાની સીટ પર તે ઊંઘતી હતી ત્યારે ત્રણ વાગ્યાની આસપાસ કોઇ વ્યક્તિ યુવતીની સાથે શારિરીક અડપલા કરતો  હોવાનું જણાયું હતું. અચાનક ઊંઘમાંથી જાગી ગયેલી યુવતીએ અડપલા કરનાર શખ્સને ઝડપી પાડયો હતો.

(5:25 pm IST)
  • ગાંધીનગર સાણંદના બાપુપુરા બુથનો વીડીયો વાયરલ થયાનો મામલોઃ એફએસએલ તપાસનો રિપોર્ટ સોંપવામાં સમય લાગશે તેવો વચગાળાનો રીપોર્ટમાં ઉલ્લેખઃવીડીયોની એફએસએલ દ્વારા કરાશે તપાસઃ અમદાવાદ જિલ્લા પોલીસ વડાએ વચગાળાનો રીર્પોટ ચુંટણીપંચને સોપ્યો access_time 3:49 pm IST

  • તામિલનાડુમાં નદી કિનારે હજારો આધારકાર્ડ મળ્યા :તંજાવુર જિલ્લામાં વહીવટી તંત્રની બેદરકારી ખુલી :મુલલીયારું નદી કિનારે અંદાજે બે હજાર મળ્યા :એવું કહેવાય છે કે આ આધારકાર્ડ સંબધિત લોકોને પૉસ્ટલકર્મીએ પહોંચાડ્યા નથી :નદી કિનારેથી શણના કોથળામાંથી આધારકાર્ડ મળ્યા access_time 1:12 am IST

  • રાજકોટમાં સતત બીજા દિવસે ગરમીમાંથી રાહત : ૩૭ ડિગ્રી : ૩૨ કિ.મી.ની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે : ગરમી ઘટવાથી લોકોમાં રાહત access_time 3:46 pm IST