Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

સુરતમાં યુવતીનું ફેક એફબી એકાઉન્ટ બનાવી અશ્લીલ ફોટા પિતાને મોકલનાર આરોપીને શોધવા તજવીજ હાથ ધરાઈ

સુરતઃ એમબીબીએસનો અભ્યાસ કરતી કોલેજીયન છાત્રાના નામે બોગસ ફેસબૂક આઈડી બનાવીને તેના પર પ્રોફાઈલ પિક્ચર (ડિસ્પ્લે પ્રોફાઇલ-ડીપી) તરીકે મોર્ફ કરેલ અશ્લીલ ફોટો આરોપીએ મૂકી દીધો હતો. ત્યારબાદ તેના પરથી આરોપીએ સ્ટુડન્ટના પિતા,બનેવી અને પ્રોફેસરને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી આપી હતી.

સલાબતપુરા વિસ્તારમાં રહેતી 18 વર્ષિય નાઝનીન( નામ બદલ્યું છે) હાલમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. ત્યારે નાઝનીનના ફેસબુક ફ્રેન્ડે તેણીને એક ગ્રૃપમાં એડ કરી હતી. નાઝનીનના ફેસબુક ફ્રેન્ડ ફૈસલ રાય અને તેના વચ્ચે થયેલા ચેટની વિગતો ફૈસલે આ નામના ગૃપમાં મૂકીને નાઝનીન વિશે ખરાબ લખ્યું હતું.

(5:24 pm IST)