Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

થરાદ અને વાવ પંથકમાં જોરદાર વાવાઝોડા સાથે વરસાદ: વીજળી પડતા એક ખેડૂત અને બે ભેંસના મોત.;ભારે નુકશાન

ખેતરમાં બાંધેલ બે ભેંસોનો બચાવ કરવા જતા યુવક પર વીજળી પડતા મોત

બનાસકાંઠાના થરાદ અને વાવ પંથકમાં વાતાવરણમાં જબરો પલટો આવ્યો હતો  જોરદાર વાવાઝોડા સાથે થયેલા કમોસમી વરસાદથી ભારે નુકસાન થયું છે. મોડી રાતે વીજળી પડતા એક ખેડૂત સહિત બે ભેંસના મોત નીપજતાં અરેરાટી મચી ગઇ છે.

 

મળતી માહિતી પ્રમાણે ખેડૂત દાનાભાઇ ગાજવીજ સાથેનાં વરસાદમાં ખેતરમાં બાંધેલ બે ભેંસોનો બચાવ કરવા માટે ગયા હતાં ત્યાં જ તેમની પર વીજળી પડતા તેમનું મોત નીપજ્યું હતું. તેમની સાથે બે ભેંસોનાં પમ મોત થયા છે. હાલ ખેડૂતનાં મૃતદેહને પીએમ માટે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે

ગઇકાલે મોડી સાંજથી વાવ, થરાદ પથંકમાં એકાએક ગાજવીજ અને પવનનાં સુસવાટા સાથે વરસાદ શરૂ થતાની સાથે જ અનેક વિસ્તારોમાં વીજળી ડુલ થઇ ગઇ હતી.

(1:07 pm IST)