Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

વિવાદમાં સપડાયેલા ડે. કલેકટર ધવલ જાનીની મેટ્રો રેલમાં નિમણુંક

રાજકોટ તા ૧૭  :  અમદાવાદ જીલ્લાની ધોળકા વિધાનસભાની ચૂટણી વખતે મત ગણતરી પ્રક્રિયામાં નિયમ ભંગના આરોપસર વિવાદમાં સપડાયેલા ડેપ્યુટી કલેકટર ધવલ આર. જાની, નવી નિમણુંક માટે પ્રતિક્ષા હેઠળ હતા. સરકારે તેમને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લી. માં ડેપ્યુટી કલેકટર તરીકે નિમણુંક આપી છે.

(12:08 pm IST)