Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

સાણંદ ખાતે ભારતની એક માત્ર સંસ્થા

ધો. ૧૨ પછી વિદ્યાર્થીઓ માટે ફાયર ટેકનોલોજી એન્ડ સેફટી ક્ષેત્રમાં કારકિર્દીની શ્રેષ્ઠ તક

મુંબઇ તા. ૧૭ : વૈશ્વિકીકરણ અને ઔદ્યોગીકરણના કારણે ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી આંતરરાષ્ટ્રીય કક્ષાનાં ઉદ્યોગો મોટા પ્રમાણમાં સ્થપાઈ રહ્યા છે. વિકાસનાં પંથે કૂચ કરી રહેલા ભારતમાં બાંધકામની પ્રવૃત્ત્િ।ઓ પણ ઝડપથી વિસ્તરી રહી છે. આવાસંજાગોમાં સારામાં સારું મહેનતાણું અને સો ટકા ફાયર ટેકનોલોજી અને સેફટીનાં ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા વિદ્યાર્થીઓ તત્પર છે.

ધો.૧ર સાયન્સ પછી વિદ્યાર્થીઓને ફાયર ટેકનોલોજી એન્ડ સેફટીનાં ક્ષેત્રમાં ઉત્તમ કારકિર્દી બનાવવાની તક ઉપલબ્ધ છે. ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં ઓટોમોબાઈલ હબ તરીકે ઓળખાતા સાણંદ ખાતે આવેલી કોલેજ ઓફ સેફટી એન્ડ ફાયર ટેકનોલોજી (સીએફટી) ભારતની એકમાત્ર એવી સંસ્થા છે કે જયાં વિદ્યાર્થીને ગુજરાત યુનિવર્સિટીની B.Sc. (Fire & Safety) ડિગ્રી મળે છે.

કોલેજ ઓફ ફાયર ટેકનોલોજીનાં એડમિશન માટે ધો.૧ર સાયન્સમાં ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. આ સંસ્થામાં પ્રવેશ માટે અરજી કર્યા બાદ એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે છે. A ગ્રુપ અને B ગ્રુપમાં ધો.૧ર સાયન્સ પાસ થયેલા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. અરજી કર્યા બાદ એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે છે. એન્ટ્રન્સ ટેસ્ટમાં પાસ થયા બાદ ઈન્ટરવ્યુની પક્રિયા ચાલે છે. કોલેજ ઓફ સેફટી એન્ડ ફાયર ટેકનોલોજીમાં B.Sc. (Fire & Safety)માં એડમીશન માટે જે તે રાજયમાં માન્ય એજયુકેશન બોર્ડ ઉપરાંત CBSEનાં ધો.૧ર સાયન્સ પાસ વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે.

છેલ્લા ૧પ વર્ષથી કાર્યરત કોલેજ ઓફ ફાયર ટેકનોલોજીમાં અત્યાર સુધીમાં ૧૮૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થઈને ભારત અને વિદેશમાં પ્રતિષ્ઠિત કંપનીઓમાં ફાયર અને સેફટી ઓફિસર તરીકે નોકરીએ લાગ્યા છે.

કોલેજ ઓફ ફાયર ટેકનોલોજીમાં ઉપલબ્ધ B.Sc. (Fire & Safety)ની ડિગ્રીનો સમયગાળો ૩ વર્ષનો છે. સંસ્થાનું કેમ્પસ અત્યાધુનિક અને સારી આંતરમાળખાકીય સુવિધાઓથી સજજ છે. આ સંસ્થામાં ધો.૧૦ પછી G.C.V.T. (ગાંધીનગર) દ્વારા માન્યતા પ્રાપ્ત I.T.I. (Fireman)નો અભ્યાસ ક્રમ પણ ચલાવવામાં આવે છે.

કોલેજ સરનામું : ૮૬, ગામ - ખોડા, સાણંદ -વિરમગામ હાઈવે, તાલુકો-સાણંદ, જીલ્લો - અમદાવાદ. વધુ માહિતી માટે ચંદ્રેશભાઈ ચોકસી - ૯૪૨૮૭ ૩૫૦૩૪નો સંપર્ક કરવો.

(10:15 am IST)