Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

હોમ લોન ચૂકવણી માટે હવે બજાજ ફિનસર્વ દ્વારા વિકલ્પ

લોનમંજૂરી અને ઝડપી ચૂકવણી જેવા લાભોઃ ગ્રાહકો મૂડીનું સંચાલન કરી શકે તે હેતુથી ત્રણ ઇએમઆઇ હોલિડે પણ વિશેષરીતે ઓફર કરી રહ્યું છે બજાજ ફિનસર્વ

અમદાવાદ,તા. ૧૭, પોતાનું ઘર ખરીદવું એ જીવનનો સૌથી મહત્ત્વપૂર્ણ નિર્ણય છે. હોમ લોન માટે અરજી કરતી વખતે દરેકે શ્રેષ્ઠ વિકલ્પોની પસંદગી કરવી જરૂરી છે. બજાજ ફિનસર્વ હોમ લોન તાત્કાલિક મંજુરી, ઝડપી ચુકવણી જેવા ઘણા લાભો આપે છે. તો સાથે સાથે હોમલોનની ચૂકવણી માટે હવે બજાજ ફિનસર્વ ગ્રાહકોને અનુકૂળ અને આકર્ષક વિકલ્પો આપી રહ્યું છે. બજાજ ફિનસર્વની શાખા બજાજ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા બજાજ ફિનસર્વ તેમના ગ્રાહકોને ૮.૪૦%ના વ્યાજથી ૩.૫૦ કરોડ રૂપિયા સુધીની હોમ લોન ઓફર કરે છે. ઘર ખરીદતી વખતે થતા તોતિંગ ખર્ચાને પહોંચી વળવા માટે બજાજ ફિનસર્વ ઇએમઆઈ હોલિડે ઓફર કરે છે, જેમાં ગ્રાહકો ગૃહ ઋણ મેળવ્યાના ત્રણ મહિના પછી ઇએમઆઈની ચુકવણી શરૂ કરી શકે છે. આ ત્રણ મહિના દરમિયાન ગ્રાહકો આ રકમથી તેમનું નવું ઘર સજાવવા તેમ જ તેમની મૂડીનું યોગ્ય રીતે સંચાલન કરી શકે છે. આ વિકલ્પ હેઠળ ત્રણ મહિના દરમિયાન પ્રાપ્ત થયેલા મુદ્દલ અને વ્યાજની રકમ પાછળના હપ્તાઓમાં સામેલ કરવામાં આવશે. આનાથી ગ્રાહકોને તેમની રકમનું યોગ્ય દિશામાં સંચાલન કરવાનું સરળ પડશે. બજાજ ફિનસર્વની હોમ લોન સાથે ઓનલાઈન અરજી, ટોપ અપ બેલેન્સ ટ્રાન્સફર, ઘર આંગણે સેવા જેવા બીજા ઘણા ફાયદાઓ સંકળાયેલા છે. અરજીની સરળ પ્રક્રિયા બજાજ ફિનસર્વની હોમ લોનની અરજી પ્રક્રિયા સરળ અને પારદર્શક છે. અરજદાર ઓનલાઈન તેમની પાત્રતાની તપાસ કરી શકે છે અને હોમલોન ઇએમઆઈ કેલક્યુલેટર દ્વારા તેમના ઈએમઆઈની ગણતરી કરી તેમના હપ્તાની પસંદગી કરી શકે છે. ઘર આંગણે સેવા હોમ લોનની ચુકવણીની પ્રક્રિયા સરળ બનાવવા માટે બજાજ ફિનસર્વ ગ્રાહકોના અનુકૂળ સમયે તેમના નિવાસસ્થાન પરથી દસ્તાવેજો લઈ જવાની સેવા પૂરી પાડે છે. ઓળખ પુરાવો, સરનામાનો પુરાવો, આવકની અને બેંકના સ્ટેટમેન્ટની  માહિતી જેવા જૂજ દસ્તાવેજો સાથે હોમ લોન માટે અરજી કરવાની સુવિધા પૂરી પાડે છે. બેલેન્સ ટ્રાન્સફર પર ટોપ ઓફ હોમ લોન બેલેન્સ ટ્રાન્સફરની પસંદગી કરનારા ગ્રાહકોને બજાજ ફિનસર્વ ઓછા વ્યાજ દરે ૫૦ લાખ રૂપિયા સુધીની ઉચ્ચ ટોપઅપ વેલ્યુ ઓફર કરે છે. આ ટોપ અપ અમાઉન્ટ ઘરની સજાવટ અને રિનોવેશન, લગ્ન, વેકેશન તેમજ સેકન્ડ હોમમાં રોકાણ જેવી જરૂરિયાતો માટે વાપરી શકાય છે. આ માટે એક સરળ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.

બજાજ ફાઇનાન્સ લિમિટેડ વિશેઃ બજાજ ફિનસર્વ ગ્રૂપની ધિરાણ અને રોકાણ કંપની બજાજ ફાઇનાન્સ લિમિટેડ ભારતીય બજારમાં અતિ ડાઇવર્સિફાઇડ એનબીએફસી છે, જે દેશમાં ૨૧ મિલિયનથી વધારે ગ્રાહકોને સેવા આપે છે. પૂણેમાં હેડક્વાર્ટર ધરાવતી કંપનીની વિવિધ પ્રોડક્ટમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ લોન, લાઇફસ્ટાઇલ ફાઇનાન્સ, પર્સનલ લોન્સ, પ્રોપર્ટી સામે લોન, સ્મોલ બિઝનેસ લોન, હોમ લોન, ક્રેડિટ કાર્ડ, ટૂ-વ્હીલર અને થ્રી-વ્હીલર લોન, કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ લોન, સીક્યોરિટીઝ સામે લોન તથા ગોલ્ડ લોન્સ અને વ્હિકલ રિફાઇનાન્સિંગ લોન સહિતગ્રામીણ ફાઇનાન્સ સામેલ છે. બજાજ ફાઇનાન્સ લિમિટેડ અત્યારે દેશમાં કોઈ પણ એનબીએફસી કરતાં એફએએએ/સ્ટેબલનું ઊંચું ક્રેડિટ રેટિંગ ધરાવવાનો ગર્વ છે.

(9:41 pm IST)
  • સુરતમાં આરટીઈ માટે બોગસ દાખલા રજૂ કરનાર ૧૫૨૨ વાલીઓ સામે ફરીયાદ કરવા થયા આદેશો access_time 6:09 pm IST

  • વિધાનસભા બહાર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા દેખાવો : ભાજપ પોતાની પોકળ જીત પર ખુશી મનાવતી હશે, દેશ લોકતંત્રની હાર પર શોક મનાવશે : રાહુલ ગાંધી access_time 10:57 am IST

  • મોડીરાત્રે કર્ણાટકના કોંગ્રેસી ધારાસભ્યો કોચી જવા રવાના :કેટલાક ધારાસભ્યોને હૈદરાબાદ શિફ્ટ કરવામાં આવશે :બેંગ્લુરુમાં જ્યાં રોકાયા હતા ત્યાં ભાજપ પહોંચી ગઈ અને ધારાસભ્યોને ખરીદવા લાગી હોવાનો આરોપ :કોચીના ક્રાઉન પ્લાઝામાં કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોને રોકાવવા માટે 125 રૂમ બુક કરાવાયા અહેવાલ :બંને પાર્ટીના ધારાસભ્યો અલગ અલગ રવાના કરાયા access_time 12:54 am IST