Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

સુરતના અમરોલી વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડિંગના ત્રીજા માળેથી પટકાતા માસુમ ભાઈ-બહેનના મોત

બન્ને બાળકો રમતા રમતા લિફ્ટ માટે મુકાયેલ ખુલી જગાએથી નીચે પડ્યા

સુરતનાં અમરોલી વિસ્તારમાં નવી બંધાઈ રહેલી બિલ્ડીંગના ત્રીજા માળેથી પટકાતા બે માસુમ ભાઈ-બહેનનાં મોત થતાં અરેરાટી ફેલાઈ હતી. લિફ્ટ માટે મુકવામાં આવેલી ખુલી જગ્યામાંથી પટકાતાં શ્રમિક બાળકોના મોત થયાં હતાં.

 આ અંગેની વિગત મુજબ અમરોલી વિસ્તારમાં આવેલી અંજની ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં નવી બંધાતી બિલ્ડીંગના લિફ્ટના પેસેજમાંથી પટકાયેલા શ્રમિક પરિવારના બે બાળકોમાં એક સાત વર્ષની બાળકી અને બીજો એક વર્ષના બાળકનો સમાવેશ થાય છે. બાળકોના મોતને લઈને શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બીજી તરફ બાળકો રમતાં રમતાં નીચે પટકાઈને મોતને ભેટ્યાં હોય અમેરોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બાળકીના માતા પિતા વતનથી ગઈકાલે જ આવ્યાં હતાં. આજે કામ પર લાગ્યા હતાં તે દરમિયાન જ બાળકોના મોત થતાં આઘાતમાં સરી પડ્યા હતા.

(7:33 pm IST)