News of Thursday, 17th May 2018

અંકલેશ્વરના કોસમડી પાટિયા પાસેની સોસાયટીમાં અચાનક આગ ભભૂકી :12 વર્ષની બાળકીનું મોત

રૂષિરાજ રેસિડન્સીમાં નીચે પેઈન્ટના ગોડાઉનમાં આગ લાગતા ફાયર ફાયટરો દોડ્યા

અંકલેશ્વરનાં કોસમડી ગામનાં પાટીયા નજીક આવેલી રૂદ્રાક્ષ રેસિડન્સીની સામેની ઋષિરાજ રેસિડન્સીમાં  સાંજનાં સમયે અચાનક આગ ભભૂકી ઉઠી છે  જે અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતાં તાત્કાલિક પહોંચેલાં ફાયર ફાયટરોએ આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

   આગની ઘટનામાં એક 12 વર્ષ બાળકીનું મોત થયું હોવાની પ્રાથમિક વિગતો સાંપડી છે. રેસિડન્સિનિ નીચેના ભાગે આવેલા પેઈન્ટનાં ગોડાઉન આગ લાગી હતી. આ ગોડાઉનમાં બાળકી કેવી રીતે ગઈ અને આગની ઘટનામાં ભોગ બની તે પણ એક સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. આગ શોર્ટ સર્કિટનાં કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે.

(7:45 pm IST)
  • કર્ણાટકના કોંગ્રેસના એક ધારાસભ્ય રીસોર્ટમાંથી બહાર નીકળતા રાજકીય ગરમાવો : હોર્સ ટ્રેડીંગથી બચવા કોંગ્રેસે તેના ધારાસભ્યોને ઈગલટન રીસોર્ટમાં રાખ્યા હતા : જયાંથી ધારાસભ્ય રાજશેખર પાટીલ ખરાબ તબિયતનું કારણ આપી બહાર નીકળી જતાં કર્ણાટકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે access_time 6:10 pm IST

  • સુરતમાં આરટીઈ માટે બોગસ દાખલા રજૂ કરનાર ૧૫૨૨ વાલીઓ સામે ફરીયાદ કરવા થયા આદેશો access_time 6:09 pm IST

  • ભાવનગર : બંધ પડેલો ટ્રક આપોઆપ પાછળ ચાલવા લાગતા, ત્યાં ઉભેલી બાળકીનું ટ્રક નીચે આવી જતા મોત : કુંભારવાડાથી મોતી તળાવ રોડ પર બની ઘટના : 10 વર્ષની વનિતાનું સ્થળ પર મોત નીપજતા ગરીબ પરિવારમાં ફેલાયો માતમ access_time 8:46 pm IST