Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીઅે આહવાના તળાવ સફાઇમાં શ્રમદાન કર્યું

ડાંગઃ રાજ્યભરમાં હાલ સુજલામ સુફલામ જળસંચય અભિયાન ચાલી રહ્યું છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી જાતે જ રસ લઈને દરરોજ ફોલોઅપ કરી રહ્યા છે. જે સંદર્ભે ગતરોજ મળેલી કેબિનેટની બેઠકમાં પણ કામની કચાસને લઈને અધિકારીઓને તતડાવ્યા હતા. આજરોજ ડાંગ જિલ્લાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીએ આહવા ખાતે તળાવ સફાઈમાં જાતે શ્રમદાન કરી યોગદાન આપ્યું હતું. સાથોસાથ નાવડીમાં બેસીને તળાવમાંથી જળકુંભી દુર કરવાની કામગીરીમાં પણ જોડાયા હતા.

(6:08 pm IST)