Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

ડીસામાં ખોટું સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી બદનામ કરવાની ધમકી આપનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

બનાસકાંઠા: ડીસામાં એક સગીરાના નામે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ડુપ્લીકેટ આઈડી બનાવી તેની આબરૂ લેવાના બદ ઇરાદે વારંવાર મેસેજ કરતા સગીરાના પિતાએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ડીસાના ઉત્તર પોલીસ મથક ફરિયાદ નોંધાવી હતી.

ડીસામાં સોસીયલ મીડિયામાં લાલબત્તી સમાન પ્રતીતિ કરાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ડીસામાં એક સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષકની 15 વર્ષીય પુત્રીના નામે કોઈ અજાણ્યા ઇસમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં અલગ અલગ 4 થી વધુ ખોટા આઈડી બનાવ્યા હતા. 30 સપ્ટેમ્બર 2017માં સગીરાના ફોટા વાળા આઈડી બનાવ્યા હતા .

જોકે આ શિક્ષકની પત્નીના મોબાઈલ તેમની પુત્રી વાપરતી હતી. જોકે પોતાનું ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ફેક આઈડી જણાઈ આવતા તેને પિતાને જાણ કરી હતી અને સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો. એટલું જ નહીં પરંતુ આ શખ્સે સગીરાને બદનામ કરી નાખવાની ધમકી આપી હતી. અંતે સગીરાના પિતાએ આ મામલે પાલનપુર એલ.સી.બી શાખામાં અરજી આપી હતી બાદમાં સગીરાના પિતાએ ડીસા ઉત્તર પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી..

(6:07 pm IST)