Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

સુરતના અડાજણમાં પોલીસ કર્મીએ યુવતી સામે બીભત્સ વર્તણુક કરતા ફરિયાદ

સુરતઃ અડાજણ વિસ્તારમાં રહેતી એક યુવતીએ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી સામે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આ પોલીસ કર્મચારીએ બળજબરીથી મોઢું પકડી ધક્કો માર્યો હોવા ઉપરાંત પેન્ટ ઉતારવાનો પ્રયત્ન પણ કર્યો હોવાનો ઉલ્લેખ છે.

આ યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઈ તા. 5-5-18ના રોજ રાત્રે 11 વાગ્યે તેમના ભાઈ સાથે અજય નામનો પોલીસવાળો ઘરે આવ્યો હતો. જેણે બળજબરીથી મોઢું પકડી પછાડી દીધી હતી અને પેન્ટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. એ ઉપરાંત જતા જતા ધમકી પણ આપતો ગયો હતો કે પોલીસમાં ફરિયાદ નોંધાવવાની હિંમત કરી છે તો તારા ભાઈ અને પિતાને બરાબરના ફસાવી દેતા મને આવડે છે. પોલીસ મારું કાંઈ બગાડી શકે તેમ નથી.

(6:07 pm IST)
  • આઈપીએલમાં ક્રિકેટરોની માફક (ઇન્ડિયન પોલિટિકલ લીગ )ધારાસભ્યોની પણ લીલામી કરાશે ? : કર્ણાટકમાં યેદિયુરપ્પાની તાજપોશી મામલે પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાનો કટાક્ષ :રાજ્યપાલના નિર્ણયનો રાષ્ટ્રપતિ ભવન બહાર વિરોધ કરીને યશવંતસિંહએ કહ્યું કે આ ગેરબંધારણીય પગલાંથી લોકતંત્રની હત્યા થઇ છે access_time 1:03 am IST

  • કર્ણાટકના કોંગ્રેસના એક ધારાસભ્ય રીસોર્ટમાંથી બહાર નીકળતા રાજકીય ગરમાવો : હોર્સ ટ્રેડીંગથી બચવા કોંગ્રેસે તેના ધારાસભ્યોને ઈગલટન રીસોર્ટમાં રાખ્યા હતા : જયાંથી ધારાસભ્ય રાજશેખર પાટીલ ખરાબ તબિયતનું કારણ આપી બહાર નીકળી જતાં કર્ણાટકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે access_time 6:10 pm IST

  • આગામી દાયકામાં દિલ્હી વિશ્વનું સૌથી વધુ વસ્તીવાળું શહેર બનશે :2050 સુધીમાં દુનિયામાં શહેરી વસ્તીમાં ભારતનું સૌથી વધુ યોગદાન હશે :હાલમાં વિશ્વની 55 ટકા શહેરી વસ્તી 2050માં વધીને 68 ટકા લોકો શહેરોમાં વસવાટ કરતા હશે :સંયુક્ત રાષ્ટ્રનો અંદાજ access_time 11:15 pm IST