Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

બારડોલીના ઝરીમોરામાં બહેનના લગ્નમાં ભાઈએ ઝેર ગટગટાવ્યું

બારડોલી: તાલુકાના ઝરીમોરા ગામે યુવાને નાની બહેનના લગ્ન સમારંભ સમયે જ ઝેરી દવા પી લેતાં મોત થયું હતું. ઝરીમોરા ગામે નિશાળ ફળિયામાં દિનેસ વનમાળીભાઇ રાઠોડ પરિવાર સાથે રહે છે. દિનેશભાઇનો પુત્ર વિજય (ઉ.વ. ૨૫) પત્ની ભાવના અને ત્રણ વર્ષના પુત્ર સાથે રહેતા હતા. વિજયની નાની બહેન ફાલ્ગુનીના તા. ૧૨-૫-૧૮ના રોજ લગ્ન હતા. સવારે સાત વાગે વિજયે તેમના પિતા દિનેશભાઇને કહ્યું કે, મને શરીરમાં ઠંડી લાગે છે તેમજ ખેંચ આવે છે. જેથી દિનેશભાઇ કડોદ સરકારી દવાખાને વિજયને સારવાર માટે લઇ ગયા હતા. ફરજ પરના તબીબે કમળાની અસર છે એમ કહી સારવાર કરી રજા આપી સતત પાંચ દિવસ વિજયને દવાખાને બતાવવા આવવા કહ્યું હતું. બાદમાં વિજયની તબિયત વધારે બગડતા કડોદ દામોદર હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાંથી વિજયને વધુ સારવાર માટે બારડોલી સરદાર હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. સરદાર હોસ્પિટલમાં તબીબે સારવાર દરમિયાન વિજય રાઠોડે કોઇક ઝેરી દવા પી લીધી હોવાનું પિતા દિનેશભાઇ સહિત પરિવાર અને પોલીસને જણાવ્યું હતું. ગતરોજ વિજય રાઠોડનું સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
 

(6:06 pm IST)