Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

ધંધો કરવાના બહાને સુરતના સરથાણામાં દુકાનદાર સાથે મિત્રતા કેળવી 33.93 લાખના મોબાઈલ લઇ ઈસમ છૂમંતર

સુરત:સરથાણામાં મોબાઇલ શોપ ધરાવતા દુકાનદાર સાથે મિત્રતા કેળવીને રૂ.૩૩.૯૩ લાખની કિંમતના મોબાઇલ ફોન લઇને રૂપિયા આપવાના બદલે છૂંમતર થઇ જનાર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ નાનાવરાછા ગંગા જમનામાં રહેતા ભાવેશ જંયતિ વિસાવલીયાની સરથાણાના અવધ વાઇસરોયમાં મોબાઇલની દુકાન આવેલી છે. આ બિલ્ડીગમાં જ નિતીન માંગુકીયા (રહે.વિશાલનગર સરથાણા) ની પણ દુકાન આવી હતી. નિતીને ભાવેશ સાથે મિત્રતા કેળવી લીધી હતી. અને ત્યારબાદ પોતે ધંધો શરૂ કરવા માંગે છે તેમ કહીને ભાવેશ પાસેથી સને-૨૦૧૭માં મે થી જુલાઇ મહિના દરમ્યાન રૂ.૩૩.૯૩ લાખની કિંમતના ૧૫૦ થી વધુ મોબાઇલફોન લઇ ગયો હતો. પરંતુ ત્યારબાદ તેનું પેમેન્ટ કરવાને બદલે રફુચક્કર થઇ ગયો હતો. આ અંગે ભાવેશે સરથાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

(6:06 pm IST)